ગુજરાત રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં કામગીરી કરતાં કર્મચારીનું મતદાનની પ્રકિયા અગાઉથી કરી લેવામાં આવતી હોય છે. તે અંતર્ગત ઉના શહેરમાં ચૂંટણી કામગીરીમાં મુકાયેલ સોમનાથ ૯૦ બેઠક વિધાનસભાનાં ૧૧૧ , તાલાલા ૯૧ બેઠકનાં ૧૦૦ તેમજ કોડીનાર ૯૨ બેઠક વિધાનસભાનાં ૨૦૦ મળીને કુલ ૪૧૭ કર્મચારી ઓએ પોતાનો મત ઉના ચુંટણી અધિકારી દ્વારા ઊભા કરાયેલા ઉના નગર પાલિકા ટાઉન હોલ ખાતે મતદાન કરેલ હતું.
ત્યાં અલગ અલગ મંડપ નીચે તમામ કર્મચારીઓ દ્વારા બેલેટ પેપર દ્વારા મતદાન કરેલ ત્યારબાદ ચૂંટણીની કામગીરી અંગેનાં નિયમો સાથેની ટ્રેનિંગ આપવામાં આવેલ હતી. આવતીકાલે ૨૬૫ દિવ્યાંગ તેમજ ૮૦ વર્ષ ઉપરનાં પથારીવસ હોય તેવા મતદારોને મતદાન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું ચુંટણી અધિકારીએ જણાવેલ હતું…..


