શહીદનો મૃતદેહ માદરે વતન આવતા માન સન્માન સલામી સાથે ડમાસા થી ૧૫ કિ.મી.ઉના સુધી ભારત માતાની જયના નારા સાથે અંતિમ સંસ્કાર કરાયા..
ઊના તાલુકાના ડમાસા ગામના બે સગા ભાઇઓ ભારત દેશની આર્મીમાં માભોમની રક્ષા માટે જોડાયેલા હોય અને તેમાં વીર શહીદ લાલજીભાઇ બાંભણીયા અરૂણાચલ પ્રદેશની બોર્ડર પર ફરજ બજાવતા હોય અને ત્યાં ટ્રેનિગ ચાલુ હોય એ દરમ્યાન ભારે બરફ અને વરસાદના કારણે તબિયત ખરાબ થતાં તાત્કાલીક આર્મી કેમ્પ માંથી કલક્તા ખાતે સારવારમાં હોય તે દરમ્યાન ચાલુ ફરજ બજાવતા વીર શહીદ લાલજીભાઇનું મૃત્યુ થતાં અને તેની જાણ માદરે વતન આવતાજ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ છવાય ગયેલ હતું. અને આ આર્મી જવાનનો મૃતદેહ માદરે વતન ઉના તાલુકાના ડમાસા ગામે આવી પહોચતા હજારોની સંખ્યામં સમગ્ર તાલુકાના ગ્રામ્ય વિસ્તારો માંથી લોકો ઉમટી પડેલા અને વીર શહીદ લાલજીભાઇ બાંભણીયાને દેશ ભક્તિના ગીતો અને પુષ્પગુચ્છ દ્રારા સૈનિકની શ્રધ્ધાંજલી ગાર્ડ ઓનર સાથે આપવામાં આવી હતી. અને સમગ્ર વિસ્તારના લોકોએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી તેમની અંતિમ વીધીમાં મોટી સંખ્યામાં જોડાયા હતા. ૧૫ કિ.મી. લાંબી અંતિમ યાત્રા ડમાસા ગામેથી ભારત માતાની જય નારા સાથે રાષ્ટ્રીય ધ્વજ સાથે રેલી નિકળી હતી. જેમાં આર્મી જવાનો, પોલીસ, એન સી સી કેડરના જવાનો શહીતના સામાજીક રાજકીય અને અગ્રણી આગેવાનો, યુવાનો અને વિવિધ સંગઠનના લોકો આ આર્મી વીર જવાન લાલજીભાઇની અંતિમયાત્રામાં જોડાયા હતા.
વીર જવાન લાલજીભાઇ બાંભણીયાના મૃતદેહ માદરે વતન ડમાસા ગામે આવતા ત્યાં પરીવારોની આંખોમાં આંસુઓ છલકા ઉઠ્યા હતા અને સમગ્ર માહોલો ગમગીન બની ગયેલ હતો. અને સૈનિકના પરીવારોને સાંત્વન પાઠવવા ઉના વિસ્તારના ધારાસભ્ય પુંજાભાઇ વંશ, તેમજ પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ તેમજ જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત વિવિધ ગામના સરપંચો આગેવાનો મોટી સંખ્યામાં અંતિમ સંસ્કારમાં જોડાયા હતા. અને સૈનિક પરીવારના દુખમાં ભાગીદાર બની સાંત્વાન પાઠવેલ હતી.
બોક્ષ્ – અંતિમ યાત્રા વખતે સૈનિક જવાનના પુત્ર અને ભાઇ ગમગીન બન્યા…
ડમાસા ગામના લાલજીભાઇ બાંભણીયાના લગ્ન ચાર વર્ષ પહેલા કોડીનારના વિઠ્ઠલપુર ગામે દેવુબેન સાથે થયેલા હોય અને તેમને સંતાનમાં એક ત્રણ વર્ષનો પુત્ર હોય તેમજ માતા-પુત્ર અને નાના ભાઇ વિપુલભાઇ બાંભણીયા સંયુક્ત કુંટુંબમાં રહેતા હોય લાલજીભાઇના નાના ભાઇ વિપુલભાઇ પણ આર્મીમેન સૈનિક છે. તેમની સાથે ફરજ બજાવતા હોય તેમને જાણ થતાં ઉનાના ડમાસા ગામે દોડી આવેલા અને મોટાભાઇ લાલજીભાઇની અંતિમ વીધીમાં જોડાયા હતા. તેમની સાથે ત્રણ વર્ષના દિકરા સાથે કાંધ આપી હતી. આ વખતે સમગ્ર વાતાવરણ શોકમાં ફેલાય ગયેલુ હતું..
બોક્ષ્ – ૨ કિ.મી. લાંબી અંતિમ યાત્રા નિકળી..
ડમાસા ગામેથી માન સંન્માન અને રાષ્ટ્રીય માહોલ અને વંદે માતરમના નારા સાથે રાષ્ટ્રીય ધ્વજ લહેરાવતા યુવાનો આ સૈનિકનો પાર્થિવ દેહ સૈનિકના વાહનમાં લઇ નિકળેલ અને ૧૫ કિ.મી.લાંબા રૂટ પરથી ઉના ખાતે આવેલ મોદેશ્વરના સ્મશાન ઘાટમાં રાષ્ટ્રીય સલામી સાથે ગાર્ડને રાખી અંતિમ સંસ્કાર કરાયા હતા. આ દરમ્યાન રસ્તામાં આવતા કેસરીયા, નાથળ, સીલોજ, સહીતના ગામોમાં લોકોએ વીર સૈનિકને આખરી સલામી આર્પણ કરી હતી.


