કુંકાવાવ તાલુકાના રોડ વાવડીમાં પાંચ લાખના ખર્ચે તૈયાર બ્લોગ રોડનું ખાત લોકાર્પણ કરાયું
ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરના વરદ હસ્તે લોકાર્પણ કરાયુ
બાબરા લાઠી ના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરનું વતન અને કુંકાવાવ તાલુકા વાવડી રોડ ખાતે બ્લોગ રોડ નું લોકાર્પણ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર તેમજ ગામની સ્થાનિક બહેનોના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું ગામમાં બ્લોગ રોડ બનતા લોકોમાં ખુશીની લાગણી પ્રસરી ગઇ હતી
કુંકાવાવ તાલુકાના રોડ વાવડી ગામમાં અલગ અલગ ગ્રાન્ટમાંથી પેવર બ્લોગ બનાવવામાં આવ્યા હતા જેનું આજે લોકાર્પણ ધારાસભ્ય ઠુંમર તેમજ સ્થાનિક ગામની બહેનો દ્વારા કરવામાં આવ્યું હતું
આ તકે ગામના સરપંચ દિનેશભાઇ ઠુંમર, તેમજ નાનાલાલ ભેંસદડીયા,ચંદુભાઈ ઠુંમર,દિલીપભાઈ,વસંતભાઈ,
પ્રાગજીભાઈ કાછડિયા,વિઠ્ઠલભાઈ પડશાળા,ભીખુભાઇ,પુનાલાલ ભોરણીયા,ભીખુભાઇ તેરૈયા,સહિતના સહકારી અગ્રણીઓ ગામના સ્થાનિક અગ્રણીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા




