Gujarat

તિલકવાડા પોલીસે છેલ્લા ત્રણ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને એમ.પીથી ઝડપી પાડ્યો

નર્મદા
આગામી યોજાનાર વિધાનસભાની ચૂંટણીના અનુસંધાને પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા અને અસરકારક કામગીરી કરવા માટે પોલીસ તંત્ર અત્યારે સજ્જ બન્યું છે. ત્યારે તિલકવાડા પોલીસે ૩ વર્ષથી નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને એમ.પીના છકલતા ગામેથી ઝડપી પાડ્યો હતો. મળતી માહિતી અનુસાર, નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના પોલીસ સ્ટેશનના સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે, તિલકવાડા પોલીસ મથકે વર્ષ ૨૦૧૯માં પ્રોહિબિશનના નોંધાયેલા ગુનામાં નાસ્તો ફરતો આરોપી મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના છકતલા ગામે ફરે છે. પોલીસના જણાવ્યા મુજબ આજ રોજ બાતમીના આધારે નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના પોલીસ સ્ટાફના માણસોએ મધ્યપ્રદેશના રાજ્યના અલીરાજપુર જિલ્લાના છકતલા ગામે પહોંચી બાતમી વાળી જગ્યા પર છાપો મારી આરોપી અંગુ ખીમજી જાેગટયાને ઝડપી પાડીને આરોપીને તિલકવાડા પોલીસ મથકે લાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

File-01-Page-26.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *