Gujarat

 જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી રચિત રાજની મતદાનની પવિત્ર ફરજ ન ચૂકવા અપીલ

હાલમાં લગ્નોત્સવની ભરપૂર સીઝન ચાલી રહી છે, આ સાથે લોકશાહીનો ઉત્સવ એટલે કે, વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ પણ યોજવાની છે, ત્યારે લગ્નોત્સવમાં આનંદ મહાલવાની સાથે આપણી રાષ્ટ્રીય ફરજ ન ચૂકાય તેનો ખ્યાલ રાખવો પણ આવશ્યક છે.

    આ સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી રચિત રાજ જણાવે છે કે, સર્વ વિદિત છે કે, વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ માટે પ્રથમ તબક્કામાં તા.૧લી ડિસેમ્બરના રોજ મતદાન થવાનું છે. ત્યારે સૌ ભૂલ્યા વગર પોતાના સ્નેહીઓના લગ્નોત્સવમાં  સામેલ થયા પહેલા પોતાના મતાધિકારનો અચૂક ઉપયોગ કરીને રાષ્ટ્ર પ્રત્યેની ફરજ પણ નિભાવે તે પણ જરૂરી છે.

   આપણે લગ્નોત્સવમાં ઉત્સાહપૂર્વક સામેલ થતાં હોય છે, ત્યારે લોકશાહીના આ મહાપર્વમાં પણ પુરા ઉત્સાહ સાથે જોડાઈને અચૂક મતદાન કરવું જોઈએ. તેમ અનુરોધ કરતા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી રચિત રાજે ઉમેર્યું હતું.

   ઉલ્લેખનીય છે કે, જૂનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો માટે મતદાન થવાનું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *