Gujarat

આસારામના ખાસ અખિલ ગુપ્તાની હત્યાનો આરોપીને ૭ વર્ષે ઝડપાયો, યુપી પોલીસને સોંપાશે

અમદાવાદ
ગુજરાતમાં સાબરમતી વિસ્તારમાં આશ્રમ શરૂ કરીને પોતાનું સામ્રાજ્ય ફેલાવનાર આસારામ અને તેના સાધકોએ અનેક લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો હતો હવે આસારામ ના એકદમ નજીક ગણાતા અખિલેશ ગુપ્તાની હત્યામાં એક વકીલની ગુજરાત એટીએસ એ ધરપકડ કરી છે સાત વર્ષથી આ આરોપી પોલીસ થી બચતો ફરતો હતો ઉત્તર પ્રદેશમાં થયેલી આ હત્યા અને પ્રકરણમાં ગુજરાત એટીએસ એ આરોપીને ઝડપીને કાર્યવાહી શરૂ કરી છે હવે આરોપીને ઉત્તર પ્રદેશ પોલીસને સોંપવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે બીજી તરફ આરોપી અલગ અલગ નામ અને જગ્યા બદલીને અત્યાર સુધી છુપાતો હોય તેવી વિગતો સામે આવી છે. જેને મદદ કરવા માટે આસારામના કેટલાક નજીકના લોકો પણ સામેલ હોય તેવી શંકા ના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે સૂત્ર પાસેથી મળતી માહિતી પ્રમાણે ગુજરાત એટીએસએ પ્રવીણ વકીલ નામના આરોપીને ઝડપી લીધો છે પ્રવીણ વકીલ આસારામની નજીક ગણાતા અખિલ ગુપ્તા નામના વ્યક્તિની હત્યામાં સામે હતો પ્રવીણ વકીલ ઉત્તર પ્રદેશમાં અખિલ ગુપ્તાની હત્યા બાદ દેશમાં અલગ અલગ જગ્યાએ છુપાતો ફરતો હતો અને પોતાના નામ બદલતો હતો જે સંદર્ભ પોલીસને પ્રવીણ વકીલની એક કડી મળી હતી અને ગુજરાત એટીએસના અધિકારીઓએ પ્રવીણ વકીલને શોધીને તેને ઝડપી લીધો છે. ઉત્તર પ્રદેશમાં સાત વર્ષ પહેલા થયેલી હત્યા પ્રકરણમાં પ્રવીણ વકીલને શોધવા માટે દેશની અલગ અલગ એજન્સીઓ કામ કરી રહી હતી ત્યારે ગુજરાત એટીએસ ને તેમાં સફળતા મળી છે હવે પ્રવીણ વકીલને ઝડપીને ઉત્તર પ્રદેશ પોલીસે સોંપવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે બીજી તરફ પ્રવીણ વકીલને મદદ કરનાર લોકોને પણ ગુજરાતી એટીએસએસ સ્કેન કરી લીધા હોવાની વિગતો જાણવા મળી છે જેમાં આસારામના નજીકના લોકો પણ હોય તેવી શક્યતા છે હવે આ પ્રકરણમાં મહત્વના આરોપી પકડાઈ જતા ઉત્તર પ્રદેશ પોલીસને આરોપી સ આપવા માટેની પ્રક્રિયા હાથ ધરી છે.

File-01-Page-25.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *