નવીદિલ્હી
જેમ્સ કેમરૂનની (ત્નટ્ઠદ્બીજ ઝ્રટ્ઠદ્બીિર્હ)ફિલ્મોને લઈને દર્શકોમાં એક અલગ જ પ્રકારનો ક્રેઝ જાેવા મળી રહ્યો છે. હોલીવુડની સાથે સાથે ભારતના દર્શકો પણ તેની ફિલ્મોની રાહ જુએ છે. ભારતીય દર્શકો ઘણા સમયથી ‘અવતારઃ ધ વે ઓફ વોટર’ની (છદૃટ્ઠંટ્ઠિઃ ્રી ઉટ્ઠઅ ર્ક ઉટ્ઠંીિ) રાહ જાેઈ રહ્યા હતા. આખરે ૧૩ વર્ષની રાહ જાેયા બાદ ફિલ્મનો બીજાે પાર્ટ આવતા મહિને રિલીઝ થવા જઈ રહ્યો છે. લોકોમાં ફિલ્મને લઈને ક્રેઝનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે માત્ર ૩ દિવસમાં એડવાન્સ બુકિંગમાં ૧૫,૦૦૦ ટિકિટો વેચાઈ ગઈ છે. ઓસ્કાર વિજેતા ફિલ્મ ‘અવતાર’ના બીજા ભાગની ઘણા સમયથી દર્શકો રાહ જાેઈ રહ્યા હતા. આ ફિલ્મ ૧૬ ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે અને તેના માટે લોકોની આતુરતા વધી રહી છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો ફિલ્મનું એડવાન્સ બુકિંગ રેકોર્ડ બનાવી રહ્યું છે. ૩ દિવસમાં ૪૫ સ્ક્રીન્સ માટે ફિલ્મની ૧૫,૦૦૦ ટિકિટ બુક કરવામાં આવી છે. એટલે કે આ ફિલ્મને ભારતમાં પણ બમ્પર ઓપનિંગ મળવાનો અંદાજ છે. માનવામાં આવી રહ્યું છે કે ફિલ્મની સ્ક્રીન્સ પણ વધશે. ફિલ્મ એક્સપર્ટ્સના મતે મેગા બજેટ ફિલ્મ ‘અવતાર’એ દર્શકોના દિલમાં આ ફિલ્મ માટે એક ખાસ સ્થાન બનાવ્યું હતું. આવી સ્થિતિમાં ફિલ્મના બીજા પાર્ટને લઈને લોકોમાં ઘણો ક્રેઝ છે. ફેન્સ પાન્ડોરાની દુનિયા જાેવા માટે ઉત્સુક છે અને તેમના કૅલેન્ડરમાં ૧૬ ડિસેમ્બરને માર્ક કરી ચુક્યા છે. જણાવી દઇએ કે જેમ્સની ફિલ્મોનો જાદુ ઇન્ડિયન બોક્સ ઓફિસ પર પણ ખાસ જાેવા મળે છે. તેવામાં માનવામાં આવી રહ્યું છે કે ભારતમાં આ ફિલ્મ સારો બિઝનેસ કરશે અને અન્ય ફિલ્મોનો જાેરદાર ટક્કર આપશે.
