અમૃતસર
પંજાબ બોર્ડર પર શુક્રવારે રાત્રે પાકિસ્તાન તરફથી ઘૂસણખોરીના ત્રણ પ્રયાસો થયા હતા, પરંતુ બીએસએફના જવાનોએ તેને નિષ્ફળ બનાવ્યા હતા. અમૃતસર સેક્ટરમાં બે ડ્રોન ભારતીય સરહદ તરફ આગળ વધ્યા હતા, પરંતુ જવાનોએ એકને તોડી પાડ્યું હતુ અને બીજાને પરત ફરવું પડ્યું હતું. બીજી તરફ જવાનોએ પઠાણકોટ સેક્ટરમાં ઘૂસણખોરી કરી રહેલા બે દાણચોરોનો પણ ધકેલ્યા હતા. પ્રથમ ઘૂસણખોરી દાઓકે ચોકી પાસેઃ મ્જીહ્લ તરફથી મળેલી માહિતી અનુસાર અમૃતસર સેક્ટરની દાઓકે ચોકી પાસે રાત્રે ૧૦ વાગ્યાની આસપાસ ડ્રોનની હિલચાલ જાેવા મળી હતી. ડ્રોનનો અવાજ સાંભળીને પેટ્રોલિંગ કરી રહેલા બીએસએફ જવાનોએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. થોડીવારમાં ડ્રોનનો અવાજ બંધ થઈ ગયો. પછી આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું જેમાં ખેતરોમાં પડેલું એક ડ્રોન મળ્યું. આ એક ૮-પ્રોપેલરવાળું ઓક્ટા-કોપ્ટર ડીજેઆઈ મેટ્રિસ છે, જેનો ઉપયોગ પાકિસ્તાનના દાણચોરો દ્વારા મોટા કન્સાઈનમેન્ટને સરહદ પાર પહોંચાડવા માટે કરવામાં આવે છે. બીએસએફના જવાનોએ અમૃતસર સેક્ટરમાં પંજગરાઈ ચોકીમાં રાત્રે ૯.૪૫ થી ૧૦.૩૦ વાગ્યાની વચ્ચે ડ્રોન મૂવમેન્ટનો અવાજ સાંભળ્યો હતો. જે બાદ જવાનોએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. ફાયરિંગ કર્યા બાદ ડ્રોન પરત ફર્યું હતું. મ્જીહ્લના જવાનોએ આ અંગે પોતાના સીનિયર અધિકારીઓને જાણ કરી હતી. ત્યારબાદ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જ્યારે, પઠાણકોટ સેક્ટરમાં ફરાઇપુર ચોકી પાસે પેટ્રોલિંગ કરી રહેલા જવાનોએ થર્મલ કેમેરાની મદદથી બે ઘૂસણખોરોને જાેયા હતા. પાકિસ્તાની રેન્જર્સની આ પોસ્ટ ફરઈપુર નજીક છે. બટાલિયન ૧૨૧ના જવાનો સરહદ પર પેટ્રોલિંગમાં હતા. જવાનોએ તકેદારી માટે ગોળીબાર શરૂ કર્યો હતો. જેથી તેને પરત ફરવું પડ્યું હતુ.