સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
હજુ ઊજાસને પામવા ઘણો અંધકાર ચાલુ છે. હાલ છે બેહાલ એવા સમયને યાદ કરતાં ઉજળા દેખાતાં આ સમાજમાં દુખોની આ દુનિયામાં સુખનો મલમ લગાવવાનાં સેવા યજ્ઞમાં જઠરાગ્નિને ઠારવા કાજેનું પ્રયાણ હજુ ચાલુ છે, છે કોઈ એવું પણ સહ્રદયતા સાથે આ સાવરકુંડલા કબીર ટેકરી આશ્રમ ખાતે મહંત શ્રી નારાણદાસ સાહેબનો ભૂખ્યાને ભોજન અર્પણ કરવાનો એ નિર્ધાર હજુ પણ ચાલુ છે.
કબીર ટેકરી આશ્રમ એટલે ભૂખ્યાજનોનું હરતું ફરતું ભોજનાલય.. કબીર ટેકરી આશ્રમના મહંત શ્રી નારાણદાસ સાહેબ પણ સાધુનું કોમળ અને કરુણાસભર હ્રદય ધરાવે છે.. ખરા અર્થમાં અન્નક્ષેત્રની જયોતને સદાય પ્રજ્વલિત રાખે છે.. કબીર સાહેબના જીવનમંત્ર કોઈ ભૂખ્યું ન રહે એ ખરા અર્થમાં આત્મસાત કરનારા અલગારી સાધુ.. આજના યુગ માટે પ્રેરણાદાયી સેવા એ જ માનવધર્મના ન્યાયે જેની શારિરીક ક્ષમતા ભોજન બનાવી શકે તેવી નથી તેવા વૃધ્ધજનો ગરીબ જરૂરિયાતમંદ લોકોને સાવરકુંડલા શહેરમાં ટિફિન સેવા છેલ્લા ઘણા વર્ષોથી ઉપલબ્ધ કરાવતા આ સાધુને મન ભૂખ્યાને ભોજન જાણે કંઠસ્થ કરેલો મંત્ર હોય તેવી ભાવનાથી આ સેવાયજ્ઞ ચાલે છે.
આપનું સેવાદાન આ યજ્ઞને વધુ પ્રજ્વલિત કરી શકે છે