Gujarat

ઊના વિધાનસભાની ચુંટણીમાં ફરજ પરના વિવિધ કર્મચારીઓએ મતદાન કર્યુ..

પોલીસ, જીઆરડી, એસઆરડી, હોમગાર્ડ, પટ્ટાવાળા તેમજ મહીલા કર્મચારીઓએ મતદાન કર્યુ..

ઊના ૯૩ વિધાનસભાની ચુંટણીમાં ફરજ બજાવતા વિવિધ અધિકારીઓ કર્મચારીઓનું મતદાન છેલ્લા બે દિવસથી શરૂ હોય જેમાં પોલીસ કર્મી, જીઆરડી, એસઆરડી, હોમગાર્ડ, પટ્ટાવાળા તેમજ મહીલા કર્મચારીઓએ ઉના શાહ એચ ડી હાઇસ્કુલ ખાતે કુટીર મતદાન મથકમાં બેલેટ પેપર દ્રારા મતદાન કરવામાં આવેલ હતું. જેમાં શનિવારના દિવસે પોલીસ, જીઆરડી, એસઆરડી, હોમગાર્ડ કર્મચારી સહીત કુલ ૪૫૧ માંથી ૩૬૦ કર્મીઓ તેમજ આજે રવિવારે મહીલા કર્મચારી, પટ્ટાવાળા તેમજ જનરલ કામગીરીમાં જોડાયેલા તમામ સ્ટાફના કુલ ૨૩૯ માંથી ૧૩૧ કર્મચારીઓ દ્રારા બેલેટ પેપરથી મતદાન કરવામાં આવેલ હતું. ચુંટણીમાં ફરજ બજાવતા આ તમામ કર્મચારીઓ માંથી જે મતદાન કરવાના બાકી રહી ગયેલા કર્મીઓને પોસ્ટ દ્રારા મોકલી આપવામાં આવશે તેવું ચુંટણી અધિકારીએ જણાવેલ હતું.

-ચુંટણી-કર્મચારીઓએ-મતદાન-કર્યુ-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *