ઊનાના એહમદપુર માંડવી ચેક પોસ્ટ પાસે દિવથી આવતી બાઇક ચાલકને પોલીસે રોકાવી તલાસી લેતા બાઇકમાં વિદેશી દારૂ સાથે બે શખ્સોને ઝડપી પડેલ છે. જ્યારે અન્ય બે શખ્સો સહીત કુલ ચાર સામે પોલીસે ફરીયાદ નોધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ જયેશ બાબુ વાજા, દીપક રમેશ વાજા રહે. ઉના, શ્રીજય બાર ઘોઘલા(દિવ યુ.ટી) વાળા મનીષ તેમજ સંજય વિઠલ શિયાળ રહે. ઉના,આ ચારેય શખ્સો વિરૂધ પોલીસે ફરીયાદ નોધાવેલ છે. જેમાં દિવથી બાઇકમાં બે શખ્સો દારૂ લઇ આવતા હોવાની બાતમી આધારે જીલ્લા એલસીબી દ્રારા એહમદપુર માંડવી ચેક પોસ્ટ પાસે બાઇક રોકાવી તલાસી લેતા બાઇક માંથી અલગ અલગ બ્રાન્ડની બોટલો નં.૯૯ તેમજ મોબાઇલ ૨ તથા બાઇક સહીત કુલ રૂ.૮૬,૭૦૦ ના મુદામાલ સાથે બે શખ્સોને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. તેમજ શ્રીજય બાર ઘોઘલા(દિવ યુ.ટી) વાળા મનીષ, સંજય વિઠલ શિયાળ આ બન્ને હાજર નહીં મળી આવતા પોલીસે કુલ ચાર શખ્સો સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. જ્યારે બે શખ્સોને ઝડપી પાડવા પોલીસે ચક્રગતિમાન કરેલ છે.