મેક્સિકો
ક્યારેક ક્યારેક એ પણ જાેવામાં આવે છે કે જ્યારે નવું બાળક પેદા થાય છે તો તેના શરીરમાં ઘણા પ્રકારની અલગ વસ્તુઓ જાેવા મળે છે. એવું પણ થાય છે કે તેમના શરીરમાં કેટલાક વધારાના અંગ પણ નિકળી આવે છે. એવો જ એક મામલો સામે આવ્યો છે જ્યાં એક બાળકીને પેદા થતાં જ જાેવા મળ્યો તેની પીઠ નીચે એક લાંબી પૂંછડી જાેવા મળી હતી. આ પૂંછડીની લંબાઇ છ સેમી હતી. જાેકે ડેલી મેલના એક રિપોર્ટ અનુસાર આ ઘટના મેક્સિકોની હોસ્પિટલની છે. આ બધુ ત્યારે થયું જ્યારે થોડા અઠવાડિયા પહેલાં એક મહિલાએ એક બાળકીને જન્મ આપ્યો હતો. આ બાળકી લગભગ ૬ સેંટીમીટર પૂંછડી સાથે જન્મી હતી. પહેલાં તો તેને જાેયા બાદ ડોક્ટર્સ પણ આશ્વર્યમાં પડી ગયા પરંતુ પછી તેમણે તેના માટે સારી રીત નિકાળવામાં આવી. રિપોર્ટ અનુસાર બાળકીની પીઠની નીચે નિકળેલી આ પૂંછની લંબાઇ ૫.૭ સેંટીમીટર હતી અને વ્યા ૩. થી ૫ મીમી વચ્ચે હતો. પૂંછ પર આછા વાળ પણ હતા અને તેને છેડો ગલગોટાના ફૂલ જેવો ગોળ હતો. આ કેસને લઇને રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે પ્રેગ્નેંસી દરમિયાન બાળકીની માતાને કોઇપણ સમસ્યા થઇ નથી. પરંતુ આ ઘટના બાદ બાળકીના માતા-પિતા ગભરાઇ ગયા હતા. ડોક્ટરોની ટીમે ર્નિણય લીધો કે આ પૂંછડીને અત્યારે જ ઓપરેશન દ્વારા હટાવી દેવામાં આવે. તેમણે બાળકીના માતા-પિતા સાથે વાત કરી તેનું સફળ ઓપરેશન કરી દીધું અને તે પૂંછને બાળકીના પેદા થયાના થોડા સમય બાદ જ હટાવી દેવામાં આવી. થોડા દિવસમાં બાળકી સ્વસ્થ્ય થઇ ગઇ અને બાળકને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી.


