અમરેલી
વિધાનસભાની સામાન્ય ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે તમામ પાર્ટીઓએ પોતાના ઉમેદવારને જીતાડવા એડિચોટીનું જાેર લગાવ્યું છે. ભાજપ દ્વાર સતત સભાઓ અને બેઠકો કરવામાં આવી રહી છે. ત્યારે રાજુલા વિધાન સભા બેઠક ઉપર ભાજપે રાતે સોસાયટી વાઇઝ બેઠકો શરૂ કરી છે. રાજુલા શહેરના વેપારીઓ સાથે ભાજપના નેતા ડો.ભરત કાનાબારના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. ભારતીય જનતા પાર્ટીએ સતત સભાઓ અને બેઠકો શરૂ કરી છે. પી.એમ.નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, યુપીના મુખ્યમંત્રી યોગીઆદિત્ય નાથ સહિતના સ્ટાર પ્રચારકોને પ્રચાર માટે ઉતાર્યા બાદ હવે સોસાયટી વિસ્તાર એટલે કે ગ્રાઉન્ડ ઉપર પહોંચવા માટેની કવાયત હાથ ધરાઈ છે. ચૂંટણી પ્રચારના અંતિમ દિવસોમાં રાજુલા વિધાન સભા બેઠક ઉપર રાજુલા શહેરમા કૃષ્ણનગર સોસાયટી વિસ્તારમાં જ્યાં ડોક્ટરો અને વેપારીઓ મોટાભાગના વસવાટ કરી રહ્યા છે, ત્યાં રાતે અમરેલીના ભાજપના વરિષ્ઠ નેતા ડો.ભરત કાનાબારના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી. જેમા ભારતીય જનતા પાર્ટીના દિપક વઘાસીયા, રિતેષ સોની સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજુલા શહેરના ઈન્ચાર્જ રવુ ખુમાણ દ્વારા સમગ્ર આયોજન કરવામા આવ્યું હતું. શહેર ભાજપ પ્રમુખ સહિત સંગઠનની ટીમ પણ ઉપસ્થિત રહી હતી. ડો.ભરત કાનાબાર દ્વારા ડબલ એન્જીનની સરકાર દ્વારા હાલમાં કરાયેલી કામગીરી અને વિકાસ અંગે માહિતીઓ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ જણાવ્યું કે, પહેલા અમરેલીથી મુંબઈ જવા માટે ટ્રેન ન હતી પરંતું આજે જાેવા મળે છે. આવી અનેક વિકાસ લક્ષી અને કેન્દ્ર સરકારની અનેક યોજનાઓની માહિતીઓ આપી હતી. તેમજ ભાજપના ઉમેદવાર હીરા સોલંકીનો પણ પ્રચાર કરતા જાેવા મળ્યા હતા. અમરેલી, રાજુલા, લાઠી, સાવરકુંડલા, ધારી સહિતની બેઠકો ઉપર કાર્યકરથી લઈ મોટા નેતાઓ પ્રચારમાં કામે લાગ્યાં છે. અંતિમ દિવસોમાં હવે સોસાયટી વાઇઝ બેઠકો કરી પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે.


