Gujarat

મહેસાણામાં ચૂંટણી માટે બંદોબસ્તમાં રહેલા પોલીસ અને એસઆરપી જવાનો માટે મતદાન

મહેસાણા
મહેસાણા જિલ્લામાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન બંદોબસ્તમાં રહેલા પોલીસ અને એસઆરપી સહિતના ૪,૫૦૦ કર્મચારીઓ માટે સવારથી પોસ્ટલ બેલેટથી મતદાન યોજાયું છે. પોલીસકર્મીઓ સાર્વજનિક કેમ્પસમાં મતદાન કરવા પહોંચ્યા હતા. મહેસાણા જિલ્લાની સાત વિધાનસભાની ચૂંટણીમાં બંદોબસ્ત સહિતની ડ્યુટીમાં એસઆરપી અને સ્થાનિક પોલીસ હોમગાર્ડ જીઆરડી અને રેલવે પોલીસ સહિત ૪૫૦૦ કર્મચારીઓ પોતાની ફરજ નિભાવવાના છે. ત્યારે બંદોબસ્તમાં રોકાયેલા આ કર્મચારીઓ માટે સવારે આઠ કલાકથી સાર્વજનિક સ્કૂલના કમળાબા હોલ ખાતે મતદાન યોજવામાં આવ્યું હતું. સવારે મહેસાણા શહેરમાં આવેલી સાર્વજનિક સંકુલમાં કમળાબા હોલ ખાતે પોલીસ કર્મીઓની મોટી સંખ્યામાં હાજરી જાેવા મળી હતી. પોલીસ કર્મીઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરી રહ્યા છે. એસઆરપી સ્થાનિક પોલીસ હોમગાર્ડ જીઆરડી અને રેલવે પોલીસ સહિતના ૪૫૦૦ જેટલા કર્મચારીઓ પોતાના મતાધિકારીઓ ઉપયોગ આજે કરશે. જેમાં સાર્વજનિક કેમ્પસમાં આવેલી શાળામાં અલગ અલગ બેઠકોનું મતદાન કરવામાં આવશે. જેની અંદર ૪,૫૦૦ કર્મચારીઓ પૈકી ૧,૯૦૦ પોલીસ ૪૫૦ એસઆરપી,૧૪૦૦ હોમગાર્ડ ૭૦૦જીઆરડી, અને ૫૦ રેલવે પોલીસ કર્મચારીઓ પોસ્ટલ મતદાન કરશે.

Page-23.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *