Gujarat

ગાંધીનગરના વલાદ બ્રિજ પાસે ગાડીની ટક્કરથી રિક્ષા ચાલકનું સારવાર દરમ્યાન થયું મોત

ગાંધીનગર
ગાંધીનગરના વલાદ બ્રિજ પાસે ફોર વ્હીલ ગાડીના ચાલકે પોતાની ગાડી પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારીને લોડીંગ રિક્ષા ને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ લોડીંગ રિક્ષા ચાલકનું ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમ્યાન મોત નિપજતા ડભોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદના નાના ચીલોડા રિધ્ધી સિધ્ધી એવન્યુ સોસાયટીમાં રહેતાં હિતેશ વાસણઈયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના પરીવારમાં માતા-પિતા તથા બે બહેનો છે. જેનાં પિતા દિલીપભાઈ છેલ્લા પાંચેક વર્ષથી માર્બલની ફેક્ટરીમાં લોડીંગ રિક્ષા ડ્રાઈવર તરીકે મારબલ ટાઇલ્સ ભરી અવાર-નવાર વર્ધીના ફેરા કરવાની નોકરી કરતાં હતાં. ૨૬મી નવેમ્બરના સવારના તેઓ રાબેતા મુજબ નોકરી ઉપર નોબલનગર ખાતે ગયાં હતા. ત્યારબાદ બપોરના સમયે દિલીપભાઈના શેઠ હેમલભાઇએે હિતેશને ફોન કરીને કહેલ કે તેના પિતા તથા રામનાથ બંને જણા લોડીંગ રિક્ષા લઈને જતાં હતાં. ત્યારે તેઓને નાના ચિલોડા થી મોટા ચિલોડા તરફ જતા વલાદ ગામ બ્રીજ નજીક અકસ્માત થયેલ છે. જેઓને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જઈ રહ્યા છીએ. આ સાંભળી હિતેશ સગા સંબંધીઓ સાથે સિવિલ દોડી ગયો હતો. જ્યાં દિલીપભાઈની સારવાર ચાલી રહી હતી. જાે કે માથામાં ગંભીર ઈજાઓ થવાથી દિલીપભાઈને સઘન સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવાની ડોકટરો વાતચીત કરી રહ્યા હતા. આ દરમ્યાન દિલીપભાઈની તબિયત અચાનક વધુ લથડી ગઈ હતી. અને ટૂંકી સારવાર દરમ્યાન જ તેમનું મોત નીપજ્યું હતું. ત્યારે અકસ્માત સમયે દિલીપભાઈ સાથેના રામનાથભાઈએ જણાવ્યું હતું કે, બંને જણા રિક્ષામાં માર્બલ ટાઇલ્સ ભરીને જઈ રહ્યા હતા. એ વખતે વલાદ બ્રીજ પાસે ફોર વ્હીલ ગાડી(જીજે.૦૧.આરવાય.૧૬૦૭) નાં ચાલકે પૂરપાટ ઝડપે ટક્કર રીક્ષાને ટક્કર મારી હતી.

Page-40.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *