Gujarat

બોડેલીના બાય પાસ હાઇવે રોડ પર રેલ વે ફાટક દિવસમાં અવારનવાર બંધ થતી હોવાને લીધે ટ્રાફિક સમસ્યા વધુ ઘેરી બની રહી છે ત્યારે તત્કાલીન મુખ્ય મંત્રી એ જાહેર કરેલા ઓવર બ્રિજ બનાવવા માટે તંત્રની ઘોર ઉપેક્ષાથી સમગ્ર છોટાઉદેપુર ની જનતા નારાજ જોવા મળી રહી છે. 

રેલવે ફાટકને લીધે ટ્રાફિકની સમસ્યા તો વર્ષો થી છે અને તે અંગે જિલ્લામાં કોઈ નેતા કે અધિકારીને સમસ્યાનો હલ દેખાયો નહીં, પણ તત્કાલીન મુખ્ય મંત્રી વિજય રૂપાણી જ્યારે ચારેક વર્ષ અગાઉ 15 મી ઓગસ્ટે છોટાઉદેપુર આવ્યા અને તેના આગલા દિવસે બોડેલીમાં એક કાર્યક્રમ વેળા રેલવે ફાટક બંધ હતી અને તે ટ્રાફિકમાં વિજય રૂપાણીનો કાફલો ફસાયો ત્યારે જ વિજય રૂપાણીએ બોડેલી રેલવે ફાટકને બદલે ઓવર બ્રિજ બનાવવાની જાહેરાત કરી આશરે 50 કરોડ રૂપિયા પણ ફાળવી દેવાયા હતા. ત્યારે તો બોડેલી સહિત સમગ્ર જિલ્લા ની જનતા એ સી એમ ના નિર્ણય ને વધાવી લીધો હતો, પણ અત્યાર સુધી ઓવર બ્રિજ ને લઇને સ્થળ પર કોઈ જ કામ ન થતાં બોડેલી સહિત સમગ્ર છોટાઉદેપુરની જનતા તંત્રની કામગીરી થી ખૂબ નારાજ છે.
     મુખ્ય મંત્રીએ જાહેર કરેલું કામ જો આટલા લાંબા સમય પછી શરૂ ન થતું હોય તો પછી ચૂંટણી અગાઉ સરકારે જાહેર થયેલા કરોડો રૂપિયાના કામો માટે જનતા કેવી રીતે ભરોસો મૂકી શકશે. તેવો સવાલ ઊભો થયો છે. અત્યારે ટ્રાફિક સમસ્યા વધુ ઘેરી બનતી જાય છે અને ત્યાં એમ્બ્યુલન્સ જેવા વાહનો અવારનવાર ફસાય છે. ત્યારે કોઈ નેતા કે અધિકારી ઓવરબ્રિજ અંગે જાહેર માં બોલવા તૈયાર નથી.
……..
  બંધ ફાટક માં 108 પણ અટવાઈ હતી
.
      બોડેલી રેલવે ફાટક બંધ હોય ત્યારે બંને તરફ ટ્રાફિક સર્જાય છે. આવા ટ્રાફિક માં 108 પણ અટવાઈ હતી. જ્યારે અકસ્માત કે ગંભીર બીમારી વાળો દર્દી ટ્રાફિક માં અટવાય ત્યારે તેના માટે એક એક મિનિટ કીમતી હોય છે. ફસાયેલી 108 દરમ્યાન અન્ય વાહનો પણ રસ્તો આપી ન શકવા માટે મજબૂર બની રહ્યા છે અને વહેલી તકે ઓવર બ્રિજ બનાવવામાં આવે તેમ લોક માંગ ઉઠી છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર ડભોઇ

IMG-20221128-WA0052.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *