ઊનાના ખડા ગામે આવેલ દરીયાઇ બંદર કિનારેથી એક અજાણ્યા યુવાનનો મૃતદેહ કોહવાઈ ગયેલ હાલતમા દરિયાના પાણીમાં જોવા મળતાં આ અંગેની જાણ પોલીસને કરતા સ્થળ પર દોડી જઈ મૃતદેહની ઓળખ માટે તપાસ હાથ ધરેલ હતી. જોકે આ મૃતક યુવાન જાફરાબાદ ગામનાં યુવાનનો હોવાનુ જાણવા મળેલ છે. આ યુવાનના મૃતદેહને પી એમ અર્થે જામનગર ખસેડવામા અવેલ છે..
ખડા ગામનાં દરીયા કિનારે પાણીમા યુવાનનો મૃતદેહ પાણીમાં તરતો જોવા મળતા આશરે ઉમર ૨૫ વર્ષનો હોવાનું જાણવા મળેલ છે. આ મૃતદેહની ઓળખ માટે નવાબંદર મરીન પોલીસ દ્વારા તપાસ હાથ ધરેલ હતી. યુવાનની હત્યા કે આપધાત કે અન્ય કોઇ કારણથી મોત નિપજેલ ? આ બાબતે નવાબંદર મરીન પોલીસ દ્વારા તપાસ કરતા મૃતકના શરીરે કોઇ ઇજા ન હોવાનુ પોલીસે જણાવેલ. અને મૃતદેહને પી એમ માટે જામનગર ખાતે ખસેડવામાં આવ્યા છે.
જ્યારે આ યુવાનનો મૃતદેહ જાફરાબાદ રહેતાં હિતેશ ધનજીભાઈ બાંભણીયા ઉ.વ.25 નો હોવાનુ જાણવા મળેલ અને તા.24 નવે. ના ગુમ થયા હોવાની વિગત નવાબંદર મરીન પોલીસને મળી છે. હાલ પી એમ માટે ખસેડવામાં આવેલ છે ત્યારે મૃતકનાં શરીરે ઓરેન્જ અને ગ્રે કલારનું ટી શર્ટ અને બ્લુ કલરનું પેન્ટ પહેરેલ હોવાથી હિતેશ હોવાનુ જાણવા મળતા જાફરાબાદથી તેમનાં પરિવારજનો પણ નીકળી ગયેલ હોય આ મૃતદેહ રૂબરૂ જોયા બાદ સાચી હકીકતની જાણ થશે. કોણ છે, ક્યારે ઘરેથી નીકળ્યા આ તમામ વિગતો આવ્યાં બાદજ ખ્યાલ આવશે..


