Gujarat

વિધાનસભાની ચૂંટણીના અંતિમ દિવસોમાં ભાવનગર જિલ્લામાં પ્રચારનો ધમધમાટ

ભાવનગર
રાજ્યમાં હવે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થવાને હવે માત્ર ગણતરીની કલાકો બાકી છે ત્યારે રાજકીય પક્ષો પોતાના ઉમેદવારના પ્રચારમાં એડીચોટીનું જાેર લગાવી રહ્યા છે. જેના ભાગરૂપે ૧૦૩ ભાવનગર ગ્રામ્યના ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો દ્રારા પ્રચારમાં રોડ શો, સભા, ગ્રુપ મિટિંગ, ડોર ડુ ડોર પ્રચારમાં વ્યસ્ત બન્યા છે. શિહોર શહેર ખાતે પરસોત્તમભાઈ સોલંકીના સમર્થનમાં રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગર ગ્રામ્યના ભાજપના ઉમેદવાર પરસોત્તમ સોલંકીના પ્રચારમાં મતવિસ્તારમાં તારક મહેતા ઉલ્ટા ચશ્મા માં કામ કરી ચૂકેલ કલાકાર રોશનસિંઘ શોઢીએ રોડ શો કર્યો હતો, આ રોડ શો દરમિયાન કલાકારને નિહાળવા લોકોના ઉમટી પડ્યા હતા અને તે દરમિયાન અચાનક ઈમરજન્સી દર્દીની એમ્બ્યુલન્સ આવતા પરસોત્તમભાઈ સોલંકીના સુપુત્રએ દિવ્યેશભાઈ સોલંકી દ્વારા રોડ શો રોકીને એમ્બ્યુલન્સને રસ્તો કરાવી આપેલ એક માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. બીજી બાજુ કોંગ્રેસના ઉમેદવાર રેવતસિંહ ગોહિલ લીલા સર્કલથી સીદસર રોડ પાસે જંગી જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામ્ય બેઠકના કોંગ્રેસના ઉમેદવારના સમર્થનમાં જંગી સભા કોંગ્રેસના આગેવાન દીલીપસિંહ ગોહિલ તથા ક્ષત્રિય સમાજના આગેવાન વાસુદેવસિંહ ગોહીલએ સભાને સંબોધીને જણાવ્યું હતું કે ૧ ડિસેમ્બરના રોજ ગ્રામ્ય બેઠકના ઉમેદવારને જંગી બહુમતીથી વિજય બનવવા આહવાન કર્યું હતું, અને સમાજમાં કોઈપણ પ્રકારના નાત જાત વગર ૨૫ વર્ષથી સેવાકીય પ્રવૃત્તિ કરે છે. ગ્રામ્ય બેઠકના ઉમદેવાર રેવતસિંહએ જણાવ્યું હતું કે, હું રાજકારણમાં છેલ્લા ૨૫ વર્ષથી વધારે સેવા આપી છે ઘોઘાના મતદારોને અડધી રાત્રે પણ હું હાજર હોવ છું અને હાલ મને ગામડાઓમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે, અને તમામ સમાજ મને ખુબજ સહકાર આપી રહ્યા છે અને અત્યારે સુધીમાં ૧૦૦થી વધુ ગામડાઓમાં પ્રચાર કર્યો છે આ જાેતા જંગી બહુમતીથી વિજય થશે.

File-01-Page-21.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *