મહારાષ્ટ્ર
મહારાષ્ટ્ર સરકારે તમામ જિલ્લા અધિકારીઓને પત્ર લખીને કહ્યું છે કે, સરપંચ અને ગ્રામ પંચાયતના સભ્યો માટે ૧ જાન્યુઆરી, ૧૯૫૫ બાદ જન્મ લેનારા તમામ ઉમેદવારોને ઓછામાં ઓછું સાતમું પાસ હોવું જરુરી છે. ગ્રામિણ વિકાસ વિભાગ તરફથી ૨૫ નવેમ્બરને આ સૂચના જાહેર કરવામાં આવી છે. રાજ્ય સચિવાલયના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, કેમ કે ચૂંટણી કોવિડના કારણે સ્થગિત કરી દેવામાં આવ્યું હતું, તેથી મોટા ભાગની ગ્રામ પંચાયત અને પંચાયત સમિતિઓની ચૂંટણી થવાની છે. તેના કારણે કેટલાય જિલ્લા કલેક્ટર કાર્યાલયોએ ગ્રામ પંચાયત અધિનિયમની કલમ ૧૩ પર સ્પષ્ટીકરણ માગ્યું હતું. ટાઈમ્સ ઓફ ઈંડિયાના એક રિપોર્ટ અનુસાર જાે જણાવીએ તો ઔરંગાબાદના જિલ્લા કલેક્ટર આસ્તિક કુમાર પાંડેએ કહ્યું કે, સરકારના પત્રમાં સ્પષ્ટ કર્યું છે કે, ઓછામાં આછું સાતમું પાસ હોવાની કલમ આ તમામમાં લાગૂ થશે, જેમની જન્મ તારીખ ૧ જાન્યુઆરી ૧૯૯૫ બાદ છે. એક બીજા કલેક્ટરે કહ્યું કે, આ નિયમ રાજ્યમાં થનારી તમામ ગ્રામ પંચાયત અને સરપંચ ચૂંટણી દરમિયાન મદદગાર સાબિત થશે. હાલમાં કલસેક્ટરોને મોકલેલા પત્રમાં સરપંચ શબ્દની જગ્યાએ સભ્ય શબ્દ નાખ્યો છે. આ સંશોધન અનુસાર, ગ્રામ પંચાયતના સભ્યપદ માટે ૧ જાન્યુઆરી, ૧૯૯૫ બાદ જન્મેલા વ્યક્તિ ધોરણ ૭ પરીક્ષા પાસ કરેલી હોય તેજ અરજી કરી શકશે. આ પત્રમાં હાઈકોર્ટની એક જાહેરહીતની અરજી અને અન્ય અરજીઓ પર જાહેર કરવામાં આવેલા આદેશનો હવાલો આપવામાં આવ્યો છે. જેમાં કહેવાયું છે કે, જનતાથી સીધા ચૂંટાયેલા સરપંચ ગ્રામ પંચાયતના સભ્ય છે. આ વાતને ધ્યાનમાં રાખતા ૧ જાન્યુઆરી, ૧૯૯૫ હોય કે તેના બાદ જન્મેલા વ્યક્તિને સરપંચ અથવા સભ્ય બનવા માટે સામાન્ય ચૂંટણી કે પેટાચૂંટણીમાં અરજી કરતી વખતે સ્કૂલ શિક્ષણમાં ઓછામાં ઓછુ ૭મું પાસ હોવાનું સર્ટિફિકેટ હોવું ફરજિયાત છે.