Delhi

એમસીડી ચુંટણી માટે ભાજપ-કોંગ્રેસ અને આપ પાર્ટીના જીતના દાવા વચ્ચે નાના અને અપક્ષો પડકાર બન્યા

નવીદિલ્હી
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષો એડી ચોટીનું જાેર લગાડી રહ્યા છે. દિલ્હી સ્ઝ્રડ્ઢ ચૂટણીની વાત કરીએ તો ભાજપ, આપ અને કોંગ્રેસ વચ્ચે લડાઈ જામશે અને તેના માટે બધા પક્ષ મુદ્દાઓ સાથે મેદાનમાં ઉતરી પડ્યા છે. રાજકીય ઘમસાણ વચ્ચે એમસીડી ચૂંટણી માટે ચાર ડિસેમ્બરના રોજ મતદાન છે તો પરિણામ સાત ડિસેમ્બરના રોજ આવશે. જાે કે મહત્વની વાત એ છે કે નાના પક્ષો સાથે બસપાએ પણ ચૂંટણીમાં ઝુકાવતા મુખ્ય પક્ષો માટે તે માથાનો દુઃખાવો બની શકે છે. આ વખતે ઓવૈસીની પાર્ટી અને ચંદ્રશેખરની પાર્ટી આઝાદ સમાજ બંને સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે. આ ગઠબંધનને વિશ્વાસ છે કે મુસ્લિમ અને દલિત મતદારો તેમના ઉમેદવારના સમર્થનમાં મતદાન કરશે.એઆઇએઆઇએમએ કુલ ૧૫ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. જણાવી દઈએ કે દિલ્હીમાં મુસ્લિમોની વસ્તી લગભગ ૧૩ ટકા છે. આ જ્ઞાતિ સમીકરણને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે લઘુમતી સમુદાયમાંથી ૨૪ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે આપે સાત અને ભાજપે ચાર મુસ્લિમ ચહેરાઓને ટિકિટ આપી છે. આ વખતે દિલ્હીના ૨૫૦ મ્યુનિસિપલ વોર્ડમાં ચૂંટણી થઈ રહી છે. ચૂંટણી પંચની વેબસાઈટ મુજબ ભાજપ અને આમ આદમી પાર્ટીએ ૨૫૦ સીટ પર તો કોંગ્રેસના કુલ ૨૪૭ ઉમેદવારો મેદાનમાં છે. બહુજન સમાજ પાર્ટીએ ૧૩૨ ઉમેદવારોને ટિકિટ આપી છે. આ સિવાય ૧૨ અન્ય રાજકીય પક્ષોએ પણ ઘણી બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. ઘણી બેઠકો પર અપક્ષ ઉમેદવારો પણ ચૂંટણી લડી રહ્યા છે.આ વખતે બસપા, સમાજવાદી પાર્ટી, સીપીઆઈ, સીપીઆઈ(એમ) , એનસીપી, આરએલડી પક્ષ દ્વારા એમસીડી ઈલેક્શનમાં પોતાના ઉમેદવારોને ઉતારીને શક્તિનું પ્રદર્શન કરી રહ્યા છે જાે કે આ જ બધા પક્ષના ઉમેદવારો મુખ્ય પાર્ટીની જીતના સમીકરણને નુક્શાન પોહચાડી શકે છે. જ્ઞાતિ આધારિત રાજકારણને લઈને મતોની વહેચણી અગર થઈ જાય છે તો આપ, ભાજપ અને કોંગ્રેસના ઘણા ઉમેદાવારો માટે જીત કપરી બની શકે છે. વર્ષ ૨૦૧૭ની એમસીડી ચૂંટણીની વાત કરીએ તો ૨૭૦ બેઠક માટે આપ અને ભાજપ પાર્ટી તેમજ કોંગ્રેસ સહિત ૧૮ પક્ષ એવા હતા કે જેમણે અનેક વોર્ડમાં ભાજપ અને આપ પાર્ટીના સમીકરણો ખોરવી નાખ્યા હતા, ૯ બેઠક એવી હતી કે જેમા અપક્ષ સહિતની બીજી પાર્ટીને જીત મળી હતી, એટલે જ આ વખતે ફાટેલા અપક્ષો અને બીજી પાર્ટીના રાફડાને લઈ મુખ્ય પક્ષોના કપાળે ચિંતાની લકીરો ખેંચાઈ છે.

File-02-Page-07.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *