રિપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
અમુલ ફીડ પ્લાન્ટ, કાપડીવાવ ખાતે અમુલ ના 75 વર્ષ પૂર્ણ થતા અને અમૂલ ફીડ પ્લાન્ટ, કાપડીવાવ ના સ્થાપના દિન નિમિત્તે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન રેડક્રોસ બ્લડબેંક, કપડવંજ ના સહયોગથી કરવામાં આવ્યું હતું જેમાં અમુલના કર્મચારીઓ તથા કોન્ટ્રાક્ટ કામદારો દ્વારા (76) યુનિટ બ્લડ એકત્રિત કરવામાં આવેલું હતું. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અમૂલ ફીડ પ્લાન્ટ ના ફેક્ટરી મેનેજર સંજીવ મહેતા તથા રાજુલ જૈન ના નેતૃત્વ હેઠળ સત્યજીતભાઈ, કેવલભાઈ, કિશનભાઈ,ચિરાગ ભાઈ પરમાર તથા તમામ સ્ટાફ ના સહયોગથી સફળ બન્યો હતો. તમામ રક્તદાઓને અમુલ તેમજ એચ. ડી. એફ. સી. બેંક તરફથી પ્રોત્સાહન રૂપે આકર્ષક ભેટ મેનેજર મહેતા અને એચ.ડી. એફ. સી. બેન્કના ચિંતન શાહ ના હસ્તે આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે દર વર્ષે આ પ્લાન્ટ ના સ્થાપના દિને આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને મોટી સંખ્યામાં લોકો રક્તદાન કરી સામાજિક જવાબદારી નિભાવે છે. આ કેમ્પને સફળ બનાવવા માટે રેડક્રોસ બ્લડબેંક ના મેડિકલ ઓફિસર ર્ડા. મનુભાઈ ગઢવી, કોષાધ્યક્ષ શાંતિલાલ પ્રજાપતિ, ટેકનિકલ ઓફીસર રાહુલ પરમાર, મેઘા શાહ, ચૈતાલી કાપટેલ, કોમલ સોઢા, પ્રીતિ મહેતા તેમજ સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.


