Gujarat

૮૦-જામજોધપુર વિધાનસભા સીટ પર સૌથી વધુ ૨૧.૫૬ ટકા મતદાન થયું

વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ને લઈ આજરોજ જામનગર જિલ્લામાં કુલ પાંચ વિધાનસભા બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન ચાલુ છે. આજ સવારના ૧૧ વાગ્યા સુધીમાં જિલ્લાના તમામ વિધાનસભા મતવિસ્તાર પર કુલ ૧૭.૮૨ ટકા મતદાન નોંધાયું છે. જેમાં ૭૬-કાલાવડમાં ૨૦.૩૨ ટકા, ૭૭-જામનગર (ગ્રામ્ય)માં ૧૬.૫૮ ટકા, ૭૮-જામનગર (ઉતર)માં ૧૬.૧૮ ટકા, ૭૯-જામનગર (દક્ષિણ)માં ૧૪.૮૪ ટકા અને ૮૦-જામજોધપુરમાં ૨૧.૫૬ ટકા મતદાન નોંધાયું છે. સમગ્ર જામનગર જિલ્લામાં આ સમયગાળામાં કોઈ અનીચ્છનીય બનાવ બન્યા નથી ઉપરાંત શાંતિપૂર્ણ અને સૌહાર્દભર્યા વાતાવરણમાં અને ઉત્સાહપૂર્વક મતદાન ચાલી રહ્યું છે.

4.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *