જૂનાગઢ શહેરની બહાઉદ્દીન કોલેજ ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખાસ યુવા મતદાન મથક ઊભું કરવામાં આવ્યું છે. આ મતદાન મથકનું ૨૫ થી ૩૦ વર્ષના યુવાન અધિકારી-કર્મચારી દ્વારા સંચાલન કરવામાં આવી રહ્યું છે. તેમાં આ યુવા પોલિંગ સ્ટાફે માથા પર પરંપરાગત સાફો વાળીને લોકશાહીના મહાપર્વમાં નવા રંગ ઉમેર્યા હતા. અહીંયા આવેલા યુવા અને ફર્સ્ટ ટાઈમ વોટરે યુવા મતદાન મથકની પહેલને આવકારી હતી.
