ભારતમાં સૌપ્રથમ વખત જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના પાંચ વિધાનસભા મતક્ષેત્રમાં એક-એક હેલ્થ બુથ ઉભા કરવામાં આવ્યા છે. જેમાં માણાવદર મત વિસ્તારના કણજા-૫ બુથ ઉપર મેડિકલ હેલ્થ બુથ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં મતદારની બીપી, ડાયાબિટીસ સહિતના રોગોનુ નિદાન કરવામાં આવ્યું હતું. આ સાથે મતદારોને જરૂરી દવાઓ પણ આપવામાં આવી હતી. મતદારોએ પણ મતદાન સાથે આ પ્રકારના વિશિષ્ટ આયોજનને આવકાર્યું હતું.


