જૂનાગઢ તા.૦૧, કેશોદની વાછાણી સ્કૂલના સમગ્ર મતદાન મથકની સંચાલનની બાગડોર દિવ્યાંગ અધિકારી-કર્મચારીઓને સોંપવામાં આવી હતી. જેમાં આ દિવ્યાંગ પોલીંગ સ્ટાફ દ્વારા નિષ્ઠાપૂર્વક પોતાની બજાવી હતી. ઉલ્લેખનીય છે કે, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશિષ્ટ મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યાં હતા. જેમાં સખી, યુવા જેવા મતદાન મથકની જેમ દિવ્યાંગ અધિકારી-કર્મચારી દ્વારા સંચાલિત પીડબલ્યુડી મતદાન મતદાન મથક તૈયાર કરવામાં આવ્યું હતું.


