રીપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કઠલાલ સીતાપુરા પાટિયા પાસે શનિવારની રાત્રીના લગભગ આઠ વાગ્યા ના સમયે બાઈક સવારને અકસ્માત નડ્યો બાઈકના અકસ્માતમાં ઘવાયેલ વ્યક્તિને કઠલાલ CHC ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.તેઓને સામાન્ય ઇજાઓ પહોંચી હતી.બાલાસિનોરમાં રહેતા કિશનભાઇ ચૌહાણ બાઈક લઈને જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માતની ઘટના બની હતી. અકસ્માતમાં ઘવાયેલ કિશનભાઇ પાસેથી 4000 જેટલા રોકડા રૂપિયા તેમજ મોબાઇલ અને બેગ તેમજ હેલ્મેટ મળી આવ્યા હતા.જે ઇ એમ ટી પરેશભાઈ સોઢા પરમાર અને પાયલોટ રાજુભાઈ રબારીએ તેમના સંબંધીને સહી સલામત પરત આપ્યા હતા અને તેમના સગા સંબંધીઓ કિશનભાઇ ને સારવાર કરાવી પોતાની સાથે લઈ ગયા હતા.સમગ્ર રાજ્યમાં 108 ઉત્કૃષ્ટ કામગીરી કરે છે ત્યારે કઠલાલની 108 ના ઇએમટી અને પાયલોટ ના પ્રામાણિકતા અને ઉમદા કામગીરી માટે સર્વેએ વખાણ કર્યા હતા અને તેમની કામગીરીને બિરદાવી હતી.


