Gujarat

પરંપરાગત અને ભાતીગળ વસ્ત્રોમાં સજ્જ મહિલાઓએ કર્યો મતાધિકારનો ઉપયોગ

વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ દરમિયાન જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી રાજદેવસિંહ ગોહીલના માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથના લાટી ખાતે માત્ર મહિલાઓ દ્વારા જ સંચાલિત સખીમથક તૈયાર કરવામાં આવ્યું હતું. આ વિશિષ્ટ મતદાન મથક પોતાના સુશોભનના કારણે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

લાટી પ્રાથમિક શાળામાં તૈયાર કરવામાં આવેલા માત્ર મહિલાઓ દ્વારા જ સંચાલિત સખીમથક મતદાન બૂથમાં પરંપરાગત અને ભાતીગળ વસ્ત્રોમાં સજ્જ મહિલાઓ મતદાન કરવા માટે પહોંચી હતી. આ મતદાન મથકને અવસર લોકશાહીનો-વિધાનસભા ચૂંટણી-૨૦૨૨ની રંગોળીથી તેમજ વિશિષ્ટ પ્રકારના ભાતીગળ તોરણથી શણગારવામાં આવ્યું હતું. ૯૧-તાલાળા વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ લાટી ખાતે સખી મતદાન મથકમાં મહિલા મતદારોએ મતદાન માટે ઉત્સાહ દાખવ્યો હતો.

6-SAKHI-MATDAN-MATHAK-LATI-4.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *