Gujarat

બાયડ કોંગ્રેસ ઉમેદવારના ચૂંટણી પ્રચાર અર્થે સભા યોજાઈ, ૫૧ હજાર મતથી જીતાડવા હાંકલ કરી

અરવલ્લી
વિધાનસભાની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવે છે, તેમ પ્રચાર કાર્ય પણ તેજ થતું જાય છે. ત્યારે ૩૨ બાયડ બેઠક માટે કોંગ્રેસ ઉમેદવાર મહેન્દ્રસિંહ વાઘેલાના પ્રચાર અર્થે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર દ્વારા જંજાવતી સભા યોજાઈ હતી. હાલ વિધાનસભાની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવતી જાય છે, એમ રાજકીય પાર્ટીઓનું જાેર વધતું જાય છે. ત્યારે જિલ્લાની રાજકીય લેબોરેટરી ગણાતી ૩૨ બાયડ બેઠક માટે કોંગ્રેસમાંથી પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલાને કોંગ્રેસ પાર્ટીએ ટિકિટ આપી છે. ત્યારે બાયડ અને માલપુર તાલુકામાં જંજાવાતી પ્રચાર અભિયાન શરૂ કર્યું છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદિશ ઠાકોરે માલપુર અને બાયડ બે સભાઓ કરી હતી. તેમની તીખી વાણીમાં ૨૭ વર્ષથી જમાવટ કરી બેઠેલી ભાજપ સરકારને ઉખાડીને ફેંકી દેવાની હાંકલ કરી છે. સરકાર બને એના એક અઠવાડિયામાં સરકારી ભરતી માટે સારું મેદાન અને સારા કોચ સાથે તૈયારીનું કેન્દ્ર બનાવશે. પશુપાલકોને દૂધના ભાવમાં લિટરે ૫ રૂપિયા સબસીડી વધારે આપવાની જાહેરાત કરી હતી. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનું ઋણ ચૂકતે કરવા ખોળો પાથરીને મત માગ્યા અને ખૂબ ભાવુક થયા હતા. મહેન્દ્રસિંહ વાઘેલાને ૫૧ હજાર મતથી જીતાડવા હાંકલ કરી હતી.

File-01-Page-15.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *