Delhi

રાહુલ ગાંધીની ‘ભારત-જાેડો-યાત્રા’માં સ્વરા ભાસ્કર પણ જાેડાઈ, તસવીરો વાયુ વેગે વાઈરલ

નવીદિલ્હી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારત જાેડો યાત્રામાં ઉજ્જૈન પહોંચ્યા હતા. જ્યાં પર અભિનેત્રી સ્વરા ભાસ્કર પણ આ યાત્રામાં સામેલ થઈ હતી. બંને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર તેની ઘણી તસવીરો સામે આવી જેમાં સ્વરા ભાસ્કર રાહુલ ગાંધીની સાથે યાત્રામાં સામેલ થતી જાેવા મળી રહી છે. તસવીરોમાં સ્વરા સાદા લુકમાં જાેવા મળી હતી. તેણે લૂજ ઓફ વ્હાઇટ કલરનો કુર્તો પહેર્યો હતો અને તેની સાથે પ્રિન્ટેસ શોલ કેરી કરી હતી. સ્વરા ભાસ્કર સ્માઇલ કરતા રાહુલ ગાંધીને ગુલાબનું ફુલ આપ્યુ હતું. આ યાત્રામાં ભાગ લીધા બાદ અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીની યાત્રાની ખુબ પ્રશંસા કરી છે.

File-01-Page-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *