Gujarat

અનારા પે સેન્ટર શાળા નો સ્થાપના દિવસ ઉજવાયો.

રીપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કઠલાલ તાલુકા ના અનારા ગામમાં આવેલ પે સેન્ટર શાળાની સ્થાપના ૨/૧૨/૧૮૬૭ રોજ કરવામાં આવી હતી  ત્યારે શાળાએ તારીખ   ૨/૧૨/૨૦૨૨ ના રોજ ૧૫૫ વર્ષ પુરા કરી ૧૫૬ વર્ષે માં પ્રવેશ કરતા શાળાના સ્થાપના દિવસ ની ઉજવણી કરવામાં આવી.
શાળા નો ભૂતકાળ જોઈ એતો નળીયાં અને આસોપાલવ વચ્ચે ઘેરાયેલી જુની ઇમારત હવે ધીમે ધીમે સ્મરણ પટ પરથી ભુલાતી જાય છે. અને હવે સીસી કેમેરા તથા જ્ઞાનકુંજ પ્રોજેક્ટ જેવી અનેક સુવિધાઓથી સજ્જ એક નવી ઇમારતે જન્મ લીધો છે.
 શાળામાં જન્મદિનની ઉજવણી નિમિતે શાળામાં વિદ્યાર્થીઓને તિથીભોજન આપવામાં આવ્યું હતું જ્યારે શાળાના શિક્ષકગણ અને  વિધાર્થી ઓની ઉપસ્થિતીમાં અનારા સી આર સી કેન્દ્રના સી આર સી નઇમુદદીન સૈયદ દ્વારા કેક કાપી ઉજવણી કરવામાં આવી.
  શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આતશબાજી, ગરબા, રંગોળી, ગીત તથા અન્ય પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી.આ અવસરે શાળાના આ.શિક્ષક ઇકબાલહુશેન કાઝીએ વિદ્યાર્થીઓને શાળાના ભૂતકાળથી વાકેફ કર્યા. અત્યારસુધી ૬૫૧૧ વિદ્યાર્થીઓએ અભ્યાસ કરી વિદાય લીધી છે તેમ જણાવ્યુ હતું.

FB_IMG_1669985281190.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *