Uttar Pradesh

ઉત્તરપ્રદેશના પીલીભીતથી ખેતરમાંથી ૧૦ વર્ષની માસૂમની લાશ મળી

ઉત્તરપ્રદેશ
યુપીના પીલીભીત જિલ્લામાં ફરી એકવાર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શેરડીના ખેતરમાંથી ૧૦ વર્ષની માસુમ બાળકીની લાશ મળી આવતા સમગ્ર ગામમાં ચકચાર મચી ગયો હતો. ઘટનાની જાણ સ્થાનિક પોલીસને થતાં જ જિલ્લાના કપ્તાન ભારે પોલીસ ફોર્સ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પીલીભીતના અમરિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા માધવપુર ગામમાં શુક્રવારે મોડી સાંજે અનિસની પુત્રી અનમ તેના કાકા સાથે મેળો જાેવા માટે નીકળી હતી. બાકીના લોકો પાછા ફર્યા, પરંતુ અનમ ગુમ થઈ ગઈ. ત્યારપછી તેના સંબંધીઓએ તેની શોધખોળ ચાલુ રાખી હતી, પરંતુ તેનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો. શનિવારે સવારે તેની લાશ ઘઉંના ખેતરમાંથી મળી આવી હતી. બાળકની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. તેનું પેટ કપાયેલું હતું અને શરીરના અન્ય અંગો ચારે બાજુ વિખરાયેલા હતા. હત્યાના બનાવથી સમગ્ર ગામમાં ચકચાર મચી ગયો છે. ફટાફટ આ વાતની જાણકારી પોલીસને આપવામાં આવી, ત્યારબાદ એસપી દિનેશ પી પોલીસ ફોર્સ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા. તેણે હત્યાનો ભેદ ઉકેલવા પોલીસ ટીમ બનાવી છે. તેમજ ફોરેન્સિક ટીમે સ્થળ પરથી પુરાવા એકત્ર કર્યા હતા. બીજી તરફ હત્યા બાદ ગામમાં ભયનો માહોલ છે. પરિવારજનો તેમના જ સંબંધીઓ પર આરોપ લગાવી રહ્યા છે. બાળકીના પંચનામા ભરી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી હતી. ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે અને ગામમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. એસપીનું શું કહેવું છે તે જાણો… પીલીભીતના એસપી દિનેશ કુમાર પીનું કહેવું છે કે આ પરસ્પર દુશ્મનીનો મામલો લાગે છે. તમામ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. ફોરેન્સિક ટીમને પણ બોલાવવામાં આવી છે. પરિવારના સભ્યો પરસ્પર દુશ્મનાવટની વાત કરી રહ્યા છે. હાલ તપાસ ચાલી રહી છે ત્યાર બાદ કાર્યવાહી કરવામાં આવશે.

Page-12.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *