Delhi

એપલ તેના ઉત્પાદનને ચીનથી બીજા દેશમાં ટ્રાન્સફર કરવા પર કરે છે વિચાર

નવીદિલ્હી
આઇફોન નિર્માતા કંપની એપલ તેના ઉત્પાદનને ચીનથી બીજા દેશમાં ટ્રાન્સફર કરવાનું વિચારી રહી છે. વધતા ભૌગોલિક રાજકીય તણાવ અને લોકડાઉન વચ્ચે વિશાળ ટેક કંપની ચીનમાં તેનું ઉત્પાદન બંધ કરવા માંગે છે. ૨૦૨૫ સુધીમાં તે મેક, આઈપેડ, એપલ વોચ અને એરપોડ્‌સ સહિત એપલના કુલ ઉત્પાદનોના ૨૫ ટકા ઉત્પાદન ચીનની બહાર કરી શકે છે. હાલમાં કંપની તેની ૫ ટકા પ્રોડક્ટ્‌સ ચીનની બહાર બનાવે છે. એપલે તેના ઘણા કોન્ટ્રાક્ટ ઉત્પાદકોને ઉત્પાદન ચીનની બહાર ખસેડવાની સૂચના આપી છે. વોલ સ્ટ્રીટ જર્નલના જણાવ્યા અનુસાર, એપલ ભારત અને વિયેતનામમાં પોતાનો બિઝનેસ સ્થાપવાની શક્યતાઓ પર વિચાર કરી રહી છે અને તેનો અભ્યાસ કરી રહી છે. ભારત અને વિયેતનામમાં હાલમાં એપલના વૈશ્વિક ઉત્પાદનમાં ખૂબ જ નાનો હિસ્સો છે. એક અંદાજા પ્રમાણે, સ્વતંત્ર ઉત્પાદકો ચીનમાં ૈઁર્રહીજ, ૈઁટ્ઠઙ્ઘજ અને સ્ટ્ઠષ્ઠમ્ર્ર્ા કોમ્પ્યુટર જેવા ૯૦ ટકાથી વધુ છॅॅઙ્મી ઉત્પાદનો બનાવે છે. ચીનના શહેર ઝેંગઝોઉમાં થયેલી ઉથલપાથલથી એપલને આગળ વધારવામાં મદદ મળી હતી. ઝેંગઝોઉ એ જગ્યા છે જ્યાં વિશ્વના ૭૦ ટકાથી વધુ ૈઁર્રહીજનું ઉત્પાદન થાય છે. અહીં ફોક્સકોનની ફેક્ટરી બંધ છે અને આઇફોનનું ઉત્પાદન સંપૂર્ણપણે અટકી ગયું છે. માર્કેટ-રિસર્ચ ફર્મ કાઉન્ટરપોઇન્ટના રિસર્ચ અનુસાર, એક સમયે તે માત્ર આઇફોનના પ્રો-લાઇનઅપના લગભગ ૮૫% જેટલું બનાવે છે. તાજેતરમાં ફોક્સકોનની માલિકીની ફેક્ટરીમાં કામદારોના ભારે વિરોધના અહેવાલો હતા. મહત્ત્વનું છે કે, એપલ આઈફોનના ઉત્પાદન માટે ફોક્સકોનની ઝેંગઝોઉ ફેક્ટરી ખૂબ જ મહત્વપૂર્ણ છે. વિશ્લેષકોના મતે, બેઇજિંગના દમનકારી સામ્યવાદી શાસન અને યુએસ સાથેના તેના સંઘર્ષને કારણે એપલની ચીન પર ર્નિભરતા સંભવિત ખતરો છે. જાે કે, જ્યારે ધ વોલ સ્ટ્રીટ જર્નલે એપલના પ્રવક્તાને આ મામલે પૂછ્યું હતું, ત્યારે તેણે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. એપલની મેન્યુફેક્ચરિંગ યોજના સાથે સંકળાયેલા લોકોના જણાવ્યા અનુસાર, વધુ વસ્તી અને ઓછી કિંમતના કારણે કંપની ભારતને આગામી ચીન તરીકે જુએ છે.

Page-16.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *