Gujarat

આણંદમાં ઓડમાં માતાના મઢ બનાવવાના લઇ મારામારી

આણંદ
આણંદના ઓડ ગામની લાખુ સીમ વિસ્તારમાં પોતાના ખેતરમાં મઢ બનાવવાનું કહેતા ખેડૂત પર લાકડાના દંડાથી હુમલો કરવાનો બનાવ બન્યો હતો. આ અંગે ખંભોળજ પોલીસે ગુનો નોંધ્યો હતો. ઓડની લાખુ સીમમાં રહેતા સોમાભાઈ શીવાભાઈ તળપદા (ઉ.વ.૬૫)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે, બાહેરા સીમ વિસ્તારમાં ૩૦મી નવેમ્બર,૨૨ના રોજ આઠેક વાગ્યાના સુમારે સમાજના માણસો ભેગા થયા હતા અને માતાનો મઢ બનાવવા વાતો કરતાં હતાં. આ સમયે અમારા ખેતરમાં માતાનો મઢ બનાવવા રજુઆત કરી હતી. જાેકે, ત્યાં હાજર લાલજીભાઈ નવઘણભાઈ તળપદા એકદમ ઉશ્કેરાઇ ગયાં હતાં અને તમારા ખેતરમાં માતાનો મઢ બનાવવાનો નથી. તેમ કહી અપશબ્દ બોલી ધક્કો મારી નીચે પાડી દીધા બાદ મારમારવા લાગ્યાં હતાં. આ ઉપરાંત નજીકમાંથી લાકડાનો દંડો લાવી મારવા લાગ્યાં હતાં. જાેકે, બુમાબુમથી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને સોમાભાઈને છોડાવ્યાં હતાં. જ્યારે લાલા તળપદા જતો રહ્યો હતો. તેણે જતાં જતાં મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે ખંભોળજ પોલીસે લાલજીભાઈ તળપદા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Page-28.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *