નર્મદા
તિલકવાડા તાલુકાના રોજાનાર ગામના ૪૫ વર્ષીય આધેડ કે જેઓના લગ્ન નહીં થતા તેઓ એકલતાનો અનુભવ કરી રહ્યાં હતા. જેથી મનમાં લાગી આવતા તેઓએ કપાસમાં છાંટવાની ઝેરી દવા ગટગટાવી લીધી હતી. બાદમાં સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગત અનુસાર તિલકવાડા તાલુકાના રોઝાનાર ગામના રહેવાસી ૪૫ વર્ષીય રમેશ હિંમતભાઈ બારીયાના લગ્ન નહીં થવાને કારણે તેઓ એકલતાનો અનુભવ કરતા હતા. જેના કારણે તેઓને મનમાં આઘાત લાગી આવતા તારીખ ૨ / ૧૨ / ૨૦૨૨ ના રોજ સાંજના સમયગાળા દરમિયાન રોજનાર ગામે પોતાના ઘરે કપાસમાં છાંટવાની ઝેરી દવા પી ગયા હતા. જેથી તેમના પરિજનો તેઓને સારવાર અર્થે તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન રાત્રીના દરમિયાન તેઓનું મરણ થયું હોવાનું જાણવા મળેલ છે. આ ઘટનાની જાણ તિલકવાડા પોલીસને થતા પોલીસે કાયદેસર ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


