છોટાઉદેપુર જિલ્લાના સંખેડા વિધાનસભા મતવિસ્તારમાં આવેલા આનંદપુરા ગામે જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા સંખેડાના વિશ્વ વિખ્યાત ફર્નિચરથી સુશોભિત હેરિટેજ બુથ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
અવસર લોકશાહીનો અંતર્ગત ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકો વધુમાં વધુ મતદાન કરે એ માટે અનેક અભિયાનો ચલાવવામાં આવે છે. ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત જુદી જુદી થીમ આધારિત મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના સંખેડા વિધાનસભા મતવિસ્તારના આનંદપુરા ગામે તૈયાર કરવામાં આવેલા હેરિટેજ બુથે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા તૈયાર કરવામાં આવેલા હેરિટેજ બુથમાં જઇ મતદારોએ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું. ભારતના ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલા આ થીમ બેઇઝ મતદાન મથકોએ મતદારોને મતદાન તરફ આકર્ષવામાં સીધો ભાગ ભજવ્યો છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
