Gujarat

જિલ્લાની પાંચેય વિધાનસભા બેઠકની મત ગણતરીમાં પોલીસનો ચુસ્તબંદોબસ્ત રહેશે

જૂનાગઢ જિલ્લાની પાંચેય વિધાનસભા બેઠકની મતગણતરી તા.૮ ડિસેમ્બરને સવારે ૮ કલાકે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ઇજનેરી મહાવિદ્યાલય ખાતેથી પ્રારંભ થશે. કુલ ૧૪ ટેબલ મતગણતરી થશે અને ૩૦૦ રીઝર્વ સહિતના અધિકારઓ-કર્મચારીઓ મત ગણતરીમાં ફરજ બજાવશે.

          વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત પ્રથમ અને બીજા તબક્કાની ચૂંટણી યોજાઇ ગઇ છે. ત્યારે જૂનાગઢ જિલ્લાની પાંચેય વિધાનસભા બેઠકની મતગણતરી આગામી તા.૮ ડિસેમ્બરના થશે. આ મતગણતરી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ઇજનેરી મહાવિદ્યાલય ખાતે સવારે ૮ કલાકથી શરૂ થશે. તેમજ મતગણતરી માટે નિર્ધારિત પ્રક્રિયા સવારે ૬-૩૦ કલાકે શરૂ થઇ જશે. આ મતગણતરી ૧૪ ટેબલ ઉપર થશે. આ મતગણતરીમાં ૩૦૦ જેટલા રીઝર્વ સહિતના અધિકારીઓ-કર્મચારીઓ ફરજ બજાવશે. આ મતગણતરીમાં માઇક્રો ઓબ્ઝર્વર તરીકે બેન્ક અને એલઆઇસીના સ્ટાફને જવાબદારી સોંપવામાં આવી છે. તેમજ કાઉન્ટીંગ સુપરવાઇઝર તરીકે વર્ગ-૧ અને ૨ ના રાજ્ય પત્રિત અધિકારીઓ અને વર્ગ-૩ના કર્મચારીઓ કાઉન્ટીંગ આસ્ટીસ્ટ તરીકે કામ કરશે. મતગણતરી સમય દરમિયાન પોલીસ અને આર્મી જવાનોનો ચુસ્તબંદોબસ્ત રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *