ઊનાના અંજાર ગામે રહેણાંક વિસ્તારમાં આવેલ સોસખાડો ઉભરાતા ગંદુ પાણી બહાર નિકળી રસ્તા પર ફળી વળતા રહીસોમાં ભારે કટવાચ જોવા મળેલ આ બાબતે ગ્રામપંચાયતને આ વિસ્તારના લોકોએ રજુઆત કરવા છતાં ગંદુપાણીના નિકાળને બંધ નહી કરાતા ભારે રોષની લાગણી ફેલાયેલ હતી.
અંજાર ગામમાં બારોટ શેરી ભવાની ચોક વિસ્તારમાં આવેલ રહેણાંક મકાન પાસે રસ્તા પર સોસખાડામાંથી ગંદુ દુર્ગઘ મારતુ પાણી ફળી વળતા આ વિસ્તારના રહીસો તેમજ વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અને રસ્તા પરથી પસાર થતાં વાહન ચાલકોને બાઇકો સ્લીપ થતાં અકસ્માતની ભીતી સેવાય રહી છે. આ બાબતે ગ્રા પંચાયતના સરપંચને અવાર નવાર લેખિત મોખિત રજુઆત કરવા છતાં કોઇ કામગીરી ન કરતા લોકો આ ગંદાપાણી અને અકસ્માતનો ભોગ બની રહ્યા હોય આથી તાત્કાલીક આ પાણી બંધ કરવા રહીસોની માંગણી ઉઠવા પામેલ છે.


