ઉના શહેરમાં રહેણાંક મકાન પાસે પશુઓના ઢાળીયામાં રાખવામાં આવેલ ઘાસચારામાં અચાનક આગ લાગતા ઘાસચારો બળીને ખાક થઇ ગયો હતો. અને ફાઇર બ્રિગેડ દ્રારા આગને કાબુમાં લેતા હાસકારો અનુભવ્યો હતો.
શહેરના ઉન્નત નગર સોસાયટી વિસ્તારમાં રહેતા મુકેશભાઇ હિરપરાનો પરીવાર પ્રસંગમાં ગયેલ હતો. અને ઘરે પરત આવતા મકાનની બાજુમાં પશુના ઢાળીયામાં રાખેલ ઘાસચારામાં ઘુમાડો નિકળતા નજરે પડતા થોડીજ ક્ષણોમાં આગ વધુ વિકરાળ થતાં અફડા તફડી મચી ગઇ હતી. અને હાથમાં જે વાસણ આવ્યુ તેમાં પાણી ભરી આગ પર છંટકાવ કરેલ. પરંતુ આગ વધુ ફેલાતા તાત્કાલીક નગર પાલિકા ફાયર બ્રિગેડને જાણ કરતા ઘટના સ્થળે સ્ટાફ દોડી ગયેલ. અને આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. જોકે આગની ઘટનામાં પશુ માટે રાખેલ ઘાસચારો બળીને ખાક થઈ ગયો હતો. જે અંદાજે પાંચ હજારથી વધુનું નુકસાન થયુ હોવાનું જણાવેલ હતું.


