Gujarat

સુરેન્દ્રનગર જીલ્લાની એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં મત ગણતરી યોજાશે

સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલામાં મતદારોએ પોતાના મત આપી કોની સરકાર બનશે તે માટેનો ફેંસલો ઈ વી એમ માં આપી દિધો છે હવે માત્ર ઈ વી એમ માંથી મતો ની ગણતરી જ બાકી તેવા સમયે સુરેન્દ્રનગરની એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં ગુરુવારે ૮ ડિસેમ્બરે ૩૧૫ કર્મચારી ઉમેદવારોનું ભાવી ઇવીએમ ખોલી જણાવશે. સુરેન્દ્રનગર માં હાલ મતગણતરી સ્થળ પોલીસ અને પેરામિલિટરી ફોર્સની ચાંપતી નજર હેઠળ છે. સુરેન્દ્રનગર ની ૫ બેઠકો પર મુખ્ય પક્ષો અને અપક્ષ સહીત કુલ ૫૭ ઉમેદવારે ચૂ઼ંટણી જંગમાં ઝંપલાવ્યું હતુ. મતદારોને રીઝવવા, મનાવવા શહેર તથા ગામડાઓ આગેવાનો અને કાર્યકર દ્વારા ખૂબ મેહનત કરવામાં આવી હતી. જિલ્લાવાસીઓમાં આ વખત મતદાન કરવામાં ઉદાસીનતા જાેવા મળી હતી. જેના પરિણામે ૧૪,૪૨,૩૦૭૫ મતદારોમાંથી ૩,૯૬,૪૦૪ મતદારોએ મતાધિકાર વાપરતા કુલ ૬૨.૧૯ ટકા મતદાન નોંધાયું હતું .આમ મતદારોએ ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં શીલ કરી સુરક્ષિત કરાયું હતું. ગુરુવારે, ૮ ડિસેમ્બરે તેઓ સ્થળ પર સવારે ૬ કલાકે હાજર થઇ ઇવીએમ ગોઠવવાની કાર્યવાહી બાદ સવારે ૮ કલાકે મત ગણતરી હાથ ધરાશે. જ્યારે સાંજે ૬ કલાક સુધીમાં જિલ્લાના વિજેતા ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવશે.આમ હાલ જિલ્લામાં ઓછા મતદાન બાદ આગેવાનો અને કાર્યકરોમાં મતદારોનો ઝોંક કોના તરફે રહ્યોની મૂંઝવણ છે. જિલ્લાના મતદારોએ કોને પોતાના ધારાસભ્ય તરીકે ચૂંટયા તે જાણવા તાલાવેલી છે. ત્યારે આગામી ૮ ડિસેમ્બરના રોજ જિલ્લાની પાંચેય વિધાનસભા બેઠકોની મતગણતરી શહેરની એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં થનારી છે. જેના માટે જિલ્લા ચૂંટણી તંત્રએ તૈયારીઓ આરંભી દીધી છે. જેના સ્ટાફની ફાળવણી કરવા માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં એક વિધાનસભા વાઇઝ કુલ ૬૩ મતગણતરીનો સ્ટાફ કાર્યરત રહેશે. જેમાં ૨૧ સુપરવાઇઝર, ૨૧ કાઉન્ટિંગ આસિસ્ટન્ટ, ૨૧ માઇક્રો ઓવઝર્વર રહેશે. આમ ૫ બેઠક માટે ૧૦૫ સુપરવાઇઝર, ૧૦૫ કાઉન્ટિંગ આસિસ્ટન્ટ, ૧૦૫ માઇક્રો ઓબઝર્વર એમ કુલ ૩૧૫ કર્મચારી મતગણતરી પ્રક્રિયામાં જાેડાશે.

File-01-Page-34.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *