Gujarat

બાબરા પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં સાત માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમા
ગુનાઓ કરી નાસતા રફતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જીલ્લામા ગુનાઓ આચારી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય,
જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ. એમ. પટેલ નાઓની રાહબરી હેઠળ
એલ.સી.બી. ટીમે બાબરા પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૮૨૨૦૪૦૮/૨૦૨૨, ઇ.પી.કો.
કલમ ૩૬૩, ૩૬૬, તથા પોકસો એકટ કલમ ૧૮ મુજબના કામે સાત મહિના પહેલા બાબરા તાલુકાના
કલોરાણા ગામેથી ૧૭ વર્ષની સગીરાનું અપહરણ કરી, નાસી જનાર આરોપીને ભોગ બનનાર સગીરા સાથે ગઇ
પકડાયેલ આરોપીની વિગતઃ- લાલજી ઉર્ફે નીલ ઉર્ફે નીલેશ સ. /ઓ. છગનભાઇ પરમાર, ઉં.વ.૨૧, રહે.વાસાવડ, તા.ગોંડલ, જિ.રાજકોટ,
ગઇ તા.૨૭/૦૪/૨૦૨૨ નાં રોજ પકડાયેલ આરોપી ફરીયાદીની સગીર વયની દિકરીને બાબરા તાલુકાના કલોરાણા ગામેથી લલચાવી ફોસલાવી ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરીને લઇ ગયેલ હતો.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી વી.વી.ગોહિલ તથા એલ.સી.બી. ટીમના એ.એસ.આઇ. જાવેદભાઇ ચૌહાણ તથા પોપટભાઇ ટોટા તથા હેડ કોન્સ. દયાબેન જસાણી તથા પો.કોન્સ. રાહુલભાઇ ઢાપા દ્વારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*
કાલ તા.૦૬/૧૨/૨૦૨૨ ના રોજ બાબરા ગામેથી પકડી પાડી, પકડાયેલ આરોપી તથા ભોગ બનનારને
આગળની કાર્યવાહી થવા સારૂ બાબરા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

IMG-20221207-WA0011.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *