Delhi

મીરાબાઈ ચાનુએ પેરિસ ઓલિમ્પિકમાં ઓલિમ્પિક ચેમ્પિયનને પછાડીને જીત્યો સિલ્વર

નવીદિલ્હી
ઓલિમ્પિક મેડલ વિજેતા મીરાબાઈ ચાનુએ પેરિસ ઓલિમ્પિક માટે જાેરદાર કમબેક કર્યુ છે. મંગળવારે તેણે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તેમણે આ ઓલિમ્પિકમાં કુલ ૨૦૦ કિલો વજન ઉઠાવ્યું હતું. મીરાબાઈ છેલ્લા કેટલાક સમયથી કાંડાની ઈજાના કારણે આરામ પર હતી. પરંતુ આમ છતાં તે આ મેડલ મેળવવામાં સફળ રહી હતી. તેણે સ્નેચમાં ૮૭ કિગ્રા અને ક્લિન એન્ડ જર્કમાં ૧૧૩ કિગ્રા વજન ઉંચક્યું હતું. ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન ચાનુએ કોમનવેલ્થ ગેમ્સમાં ત્રીજાે મેડલ અને બીજાે ગોલ્ડ મેડલ જીત્યા બાદ પહેલી વખત કોઈ ઈવેન્ટમાં પ્રવેશ કર્યો હતો. તેને કાંડામાં ઈજા થઈ હતી, ત્યારબાદ તે રમતથી થોડા સમય માટે દૂર હતી. જાેકે હવે તેણે જાેરદાર કમબેક કર્યુ છે. મીરાબાઈ સામે આ વેઇટ કેટેગરીમાં ઘણા દિગ્ગજ ખેલાડીઓ હતા, પરંતુ તેમ છતાં તે મેડલ જીતવામાં સફળ રહી હતી. આ ઈવેન્ટનો ગોલ્ડ મેડલ ચીનના જિયાંગ હુઈહુઆના નામે રહ્યો હતો. જેણે કુલ મળીને ૨૦૬ કિગ્રા વજન ઉંચક્યું હતુ. બીજી તરફ ઓલિમ્પિક ચેમ્પિયન હૂ જાહિઝુઈ માત્ર ૧૯૮ કિગ્રા વજન ઉંચકીને માત્ર બ્રોન્ઝ મેડલ જીતી શકી હતી અને મીરાબાઈથી પાછળ રહી હતી. મીરાબાઈની ઈજાની અસર ક્યાંકને ક્યાંક તેની રમત પર દેખાઈ રહી હતી. આ કારણે તે માત્ર મુખ્ય ટુર્નામેન્ટોમાં જ ભાગ લઈ રહી છે. પેરિસ ઓલિમ્પિકની ટિકિટ મેળવવા માટે આ વર્લ્ડ ચેમ્પિયનશિપ ખૂબ જ મહત્વની રહી હતી. અહીં સિલ્વર મેડલથી મીરાબાઈને મહત્વના પોઈન્ટ્‌સ મળ્યા હતા, જે ફાઈનલ ક્વોલિફિકેશન રેન્કિંગમાં ઉપયોગી સાબિત થશે. મીરાબાઈની નજર હવે આવતા વર્ષે યોજાનારી ૨૦૨૩ની વર્લ્ડ ચેમ્પિયનશીપ અને ૨૦૨૪ના વર્લ્ડ કપ પર રહેશે, જ્યાં ભાગ લેવો તેના માટે ખુબ જ જરૂરી છે. વર્ષ ૨૦૨૪ના ઓલિમ્પિક ક્વોલિફિકેશનના નિયમ અનુસાર, ૨૦૨૩ની વર્લ્ડ ચેમ્પિયનશીપ અને ૨૦૨૪ના વર્લ્ડ કપમાં ભાગ લેવા માટે વેઈટલિફ્ટરની જરૂર પડે છે. આ સિવાય વેઇટલિફ્ટરને અન્ય ત્રણ સ્પર્ધાઓમાં ભાગ લેવાનો છે. ભારતનો સૌપ્રથમ યુથ ઓલિમ્પિક ચેમ્પિયન જેરેમી જુલાઈમાં યોજાનારા કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવાના અભિયાન દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. જેના કારણે તે આ ટુર્નામેન્ટનો હિસ્સો નથી. કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ વિજેતા સંકેત સાગરને કોણીમાં ઈજા થઈ હતી. જેની સર્જરી કરવામાં આવી હતી, જેના કારણે તે પણ ભાગ નથી લઈ રહ્યો.

File-01-Page-32.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *