નવી દિલ્હી
સતત બે વિજય સાથે ભારતીય ટીમ ફિડે વિમેન્સ વર્લ્ડ ટીમ ચેસ ચેમ્પિયનશિપના ગ્રૂપ-એમાં રશિયાને ૩-૧થી પરાજય આપવામાં સફળ રહી હતી. ભારતની ટોચની ખેલાડી દ્રોણાવલ્લી હરિકાનો એલેકઝાન્ડ્રા ગોરિયાશ્કિના સામેનો મુકાબલો ડ્રો રહ્યો હતો. મેરી એન ગોમ્સ અને પોલિના શુવાલોવાનો મુકાબલો ડ્રો રહ્યો હતો પરંતુ તાનિયા સચદેવ અને વૈશાલીને પરાજયનો સામનો કરવો પડયો હતો. આ પહેલાં ભારતે આર્મેનિયાને ત્રીજા રાઉન્ડમાં એક પોઇન્ટથી હરાવ્યું હતું. રશિયા આઠ પોઇન્ટ સાથે ટોચના ક્રમે છે.