Chandigarh

પંજાબના તરન તારનમાં પોલીસ સ્ટેશન પર રોકેટ લોન્ચરથી હુમલો થતા અફરાતફરી મચી

ચંડીગઢ
પંજાબમાં તરન તારનમાં સ્ટેશન સરહલીમાં આવેલા સાંઝ કેન્દ્રમાં રોકેટ લોન્ચરથી હુમલો કર્યો છે. અમૃતસર-બઠિંડા નેશનલ હાઈવે પર પોલીસ ચોકી આવેલી છે. પોલીસ હાલ આ કેસમાં તપાસ કરી રહી છે. એજન્સીઓને સૂચના આપી દેવામાં આવી છે. તાજેતરમાં પ્રાપ્ત વિગતો અનુસાર જાેઈએ તો, આ હુમલોમાં કોઈ મોટુ નુકસાન થયું નથી, પણ પોલીસ એક્ટિવ થઈ ગઈ છે. હકીકતમાં આ હુમલો પોલીસ સ્ટેશનને ટાર્ગેટ બનાવવા માટે કર્યો છે. પંજાબ પોલીસના જણાવ્યા અનુસાર, રાતે એક વાગે પોલીસ સ્ટેશનની બિલ્ડીંગ પર રોકેટ લોન્ચરથી અટેક કર્યો હતો. મોડી રાતે એક વાગે તરન તારનના સરહાલી પોલીસ સ્ટેશનને ટાર્ગેટ કર્યો હતો. આ અગાઉ મોહાલીના સેક્ટર-૭૭માં આરપીજી અટેક થયો હતો. આ મોટો હુમલો હતો. આરપીજી ખૂબ જ પાવરફુલ અટેક હોય છે. હુમલામાં તેનો ઉપયોગ ખતરો ગણાય છે.

File-01-Page-08.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *