Rajasthan

રાજસ્થાનમાં ચુંટણીને ભાજપ સક્રિય, ૩૮ નેતાઓની ટિકિટ ખતરામાં!..

જયપુર
અમિત શાહ જાે રાજસ્થાનમાં પણ ગુજરાત ફોર્મૂલા લાગૂ કર્યો તો ૩૦ સાંસદ અને ધારાસભ્યોને ટિકિટ કપાવવાનું નક્કી ગણવામાં આવી રહ્યું છે. રાજસ્થાન ભાજપમાં મુખ્યમંત્રી પદના ઘણા દાવેદાર છે. પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે, ભાજપ પ્રદેશાધ્યક્ષ સતીશ પૂનિયા, કેંદ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત સહિત ઘણા નેતા રેસમાં છે. મુખ્યમંત્રી અશોક ગેહલોત અને પીસીસી ચીફ ગોવિંદ સિંહ ડોટાસરા તો મોટાભગે એ પણ કહે છે કે ભાજપમાં એક ડઝનમાં દાવેદાર છે. ગુજરાતમાં ભાજપે યુવાઓને વધુ તક આપી. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીથી લઇને ડેપ્યુટી સીએમ નિતિન પટેલની ટિકિટ કાપીને ઘરે બેસાડી દીધા. એમ કહેવામાં આવ્યું છે કે આ નેતા યુવાનોનું માર્ગદર્શન કરશે. આ ઉપરાંત ચૂંટણી વર્ષમાં આખી સરકાર બદલી નાખી. જ્યારે વિજય રૂપાણીને સીએમ પદેથી દૂર કરવામાં આવ્યા તો તેમની સાથે આખી કેબિનેટ બદલી દીધી. બધા નવા મંત્રી બનાવવામાં આવ્યા. કેટલાક રાજકીય વિશ્લેષકોએ ચૂંટણી વર્ષમાં આ પ્રયોગ પર પ્રશ્નો ઉભા કર્યા પરંતુ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મળેલી બંપર જીતે મોદી શાહના ફોર્મૂલા પર સફળતાની મોહર લગાવી. રાજસ્થાનમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી છે. રાહુલ ગાંધીની ભારત જાેડો યાત્રાના બહાને કોંગ્રેસ સંપૂર્ણપણે ચૂંટણી મોડમાં જઇ શકે છે. અશોક ગેહલોત પણ આ વખતે જલદી રજૂ કરવાની તૈયારી કરી રહ્યા છે. ૧૦ ડિસેમ્બરથી બજેટ પર ભલામણ માંગવાની પણ શરૂઆત થઇ જશે. બીજી તરફ ચૂંટણી બાદ ભાજપ હાઇકમાન્ડ પણ રાજસ્થાન પર કેન્દ્રીત થઇ જશે. ૨૦૧૪ અને ૨૦૧૯ માં ભાજપે રાજસ્થાનમાં ક્લિન સ્વીપ કરી હતી. એવામાં ભાજપ લોકસભા ચૂંટણીના ૮ મહિના પહેલાં વિધાનસભા ચૂંટણીમાં કોઇ બેદરકારી નહી ઇચ્છે. રાજસ્થાનમાં જાે ગુજરાત ફોર્મૂલા લાગૂ થાય છે. તો માનવામાં આવી રહ્યું છે કે ૩૮ સાંસદ અને ધારાસભ્ય એવા છે જેમની ટિકીટ ખતરામાં આવી શકે છે.

File-02-Page-05.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *