Gujarat

ચૂંટણી પ્રક્રિયા દરમિયાન મતદાન બેલેટ પેપર દ્વારા થવું જોઈએ એવો એક મત  દબાતાં સ્વરે બુધ્ધિજીવી વર્ગમાં ઉઠી રહ્યો છે..

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં આશ્ર્ચર્ય સર્જનારા પરિણામોને જોઈને બુધ્ધિજીવી વર્ગમાં એક ચર્ચા તો વહેતી થઈ છે કે હવે ચૂંટણીઓમાં મતદાન પ્રક્રિયામાં બેલેટ પેપરનો ઉપયોગ થાય તો વધુ સારું.. કારણ કે મશીન અંતે મશીન છે.. વિશ્ર્વનાં મોસ્ટ ડેવલોપ દેશોમાં પણ જો ચૂંટણી બેલેટ પેપરથી થતી હોય તો આપણાં દેશે પણ એ દિશામાં તો અવશ્ય વિચારવું જોઈએ એવી દબાતાં સ્વરે બુધ્ધિજીવી વર્ગમાં ચર્ચા થઈ રહી છે. અને  બુધ્ધિજીવી વર્ષ કોઈ ચોક્કસ એક પક્ષ કે પાર્ટીનો નથી હોતો.. અને વળી બિનરાજકીય હોય છે. એટલે તેની આવી ગંભીર ચર્ચાઓ પર તંત્ર દ્વારા મનોમંથન થવું જોઈએ. જો કે લોકતંત્રની એક સૌથી મોટુ લક્ષણ એ છે કે દેશનો દરેક નાગરિક તંદુરસ્ત ચર્ચા કરી શકે.. અને આવી ચર્ચાઓ દ્વારા પણ ઘણી વખત કોઈ દિશાનિર્દેશન મળી શકે ખરું.. આખરે તો લોકતંત્રમાં લોકો જ સર્વોપરી હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *