મુબઈ
ફિલ્મ ભૂલ ભૂલૈયા સાલ ૨૦૦૭ની સાલમાં રિલીઝ થઇ હતી. જેમાં વિદ્યા બાલન લીડ રોલમાં હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારુ કલેકશન કર્યું હતું.અક્ષય કુમારની ફિલ્મ ભૂલ ભૂલૈયા ટુ બની રહી છે. પરંતુ તેમાં અક્ષય કામ ન કરતાં કાર્તિક આર્યન કામ કરી રહ્યો છે. હવે આ ફિલ્મનું તાજેતરમાં લુક જાેવા મળ્યું હતું જેમાં સોશિયલ મીડિયાના યુઝર્સોએ કાર્તિકને ટ્રોલ કર્યો હતો. કાર્તિક ફિલ્મના બહાર પડેલા પોસ્ટરમાં ગળામાં રૂદ્રાક્ષની ઘણી માળાઓ પહેરેલો જાેવા મળે છે. તે જાેઇને સોશિયલ મીડિયા પર લોકોએ સસ્તો અક્ષય કુમાર કહ્યો હતો. ટ્રેડ એનાલિસ્ટે ફિલમ ભૂલ ભૂલૈયા ટુનું મોશન પોસ્ટર શેર કર્યું છે. અનીસ બઝમીની આ હોરર કોમેડી ફિલ્મને અનીસ બઝમી ડાયરેક્ટ કરી રહ્યો છે. જેમાં કાર્તિકની સાથે કિયારા અડવાણી જાેવા મળવાની છે. મોશન પોસ્ટરમાં કાર્તિક ગળામાં રૂદ્ધાક્ષની ઘણી માળાઓ પહેરેલો જાેવા મળે છે. કાર્તિકના આ લુકથી ઘણા લોકોએ નિરાશા દાખવી છે. તેમનું કહેવું છે કે, ફિલ્મમાં અક્ષય કુમારને જ રાખવો જાેઇતો હતો.કાર્તિકને ટ્રોલ કરીને યુઝર્સોએ તેને સસ્તો અક્ષય કુમાર કહી દીધો છે. મોશન પોસ્ટર જાેઇને અક્ષયની યાદ આવી રહી છે. અન્ય એક યુઝરે લખ્યું હતું કે, આ ફિલ્મમાં અક્ષય કુમાર, પરેશ રાવલ અને રાજપાલ યાદવને કાસ્ટ કરવા જાેઇતા હતા. જાે આમ થાત તો ફિલ્મને જાેવાની વધુ મજા આવત.