અમદાવાદ
અમદાવાદના કાપડના વેપારી પાસેથી દલાલ મારફતે અન્ય ૨ વેપારીઓએ લાખો રૂપિયા માલની ખરીદી કરી હતી. માલ ખરીદ્યા બાદ દલાલ અને અન્ય ૨ વેપારીઓએ માલના પૈસા ચૂકવ્યા નહોતા જે મામલે વેપારીએ ત્રણ લોકો સામે ૨૪.૫૯ લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે. ખોખરામાં કાપડનો વેપાર કરતા રાજેશ નાહટાએ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેમને મે મહિનામાં પવન છીમ્પા નામના દલાલ પાસે સંપર્ક થયો હતો જે બાદ પવન છમ્પાએ આંધ્રપ્રદેશના મહેન્દ્ર બાઠીયાને રાજેશભાઈ પાસેથી ૩૦,૩૪,૨૪૮ રૂપિયાનો માલ મોકલાવ્યો હતો અને બેંગલુરુની કિંજલ ફેબ નામની કંપનીમાં ૫,૦૮,૨૨૭ રૂપિયાનો માલ મોકલાવ્યો હતો.આંધ્રપ્રદેશના વેપારીએ ૪.૧૬ લાખ રૂપિયા ટુકડે ટુકડે આપ્યા હતા જ્યારે બાકીના રૂપિયા લેવાના બાકી હતા જેથી શંકા જતા ટ્રાન્સપોર્ટમાં૭,૬૭,૩૩૫ રૂપિયાનો માલ પરત મંગાવ્યો હતો તેમ છતાં ૧૮,૫૦,૯૧૩ રૂપિયા લેવાના બાકી હતા. બંને કંપનીના ભેગા થઈ ૨૩,૫૯,૧૪૦ રૂપિયા માલના પરત નહોતા આપ્યા જેથી રાજેશભાઈએ દલાલ પવન અને બંને કંપનીના વેપારીઓનો સંપર્ક કર્યો હતો પરંતુ બાકીના પૈસા પરત આપ્યા નહોતા જેથી રાજેશભાઈએ સમગ્ર મામલે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.અમરાઈવાડી પોલીસે બે વેપારી અને એક દલાલ એમ ત્રણ લોકો સામે ૨૩.૫૯ લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે..


