Rajasthan

પુરપાટ ઝડપે આવતા ટ્રેલરે ૨ને કચડાયા, ૧૨ વાહનોને પણ ટક્કર મારી, બંનેના થયા મોત

કોટા
રાજસ્થાનના કોટા જિલ્લાના રાવતભાટામાં એક ભયંકર અકસ્માત થયો હતો. જેમાં ૧૨૦ની સ્પીડે રહેલા ટ્રેલરે હાહાકાર મચાવ્યો હતો. લોકો બચવા આમથી તેમ દોડવા લાગ્યા હતા. ટ્રેલરથી કચડાઈ જવાને કારણે ૨ યુવકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત થયાં હતાં અને ૬ લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માત ૯ ડિસેમ્બરે કોટાના રાવતભાટામાં થયો હતો. તેનો વીડિયો રવિવારે સામે આવ્યો હતો. ટ્રેલરે ૧૨ વાહનોને પણ ટક્કર મારી હતી. તે ટ્રેલર પોકલેન મશીન લઈને જઈ રહ્યું હતું. આ દરમિયાન એક હોટલની સામે ટ્રેલરની ક્લિપ ફાટી ગઈ હતી અને તે કાબૂ ગુમાવી દેતાં ટ્રાન્સફોર્મર સાથે અથડાયું હતું. ટ્રેલરનો અડધો ભાગ તૂટી પડ્યો હતો. અહીં બે યુવકો ગૌરવ યાદવ (૨૦) અને ગોવર્ધન ચરણ (૨૨) પોકલેન મશીનની નીચે આવી ગયા હતા. બન્નેના ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. આ પછી પણ ટ્રેલર બેકાબૂ રીતે ચાલતું રહ્યું હતું. કેબિન અને ટ્રેલરનો અડધો ભાગ આગળ જતો રહ્યો હતો. ઢાળના કારણે ડ્રાઈવર સ્પીડ પર કાબૂ રાખી શક્યો નહોતો. લોકો ટ્રેલરની પાછળ દોડવા લાગ્યા હતા. સાંજે ૭.૪૫ વાગે કોટા બેરિઓસથી લગભગ એક કિલોમીટર આગળ, પેટ્રોલ પંપની સામે, લોકોએ ટ્રેલરની આગળ વાહનો લગાવી દીધા હતા. ઢાળ પૂરો થયા પછી ટ્રેલરને બ્રેક લાગી હતી. ટ્રેલરને બ્રેક લાગ્યા પછી લોકોએ આરોપી ડ્રાઈવરને કોટાના બેરિયરમાં અહિંસા સર્કલ પર પકડીને પોલીસને હવાલે કર્યો હતો. અકસ્માતમાં પોકલેન મશીનની અડફેટે આવેલા ૬ ટુ-વ્હીલર અને ફોર વ્હીલરની હાલત સાવ ખરાબ થઈ ગઈ હતી. તે વાહનોનો બુકડો બોલી ગયો હતો. આ અકસ્માતમાં વાહનો ઉપરાંત નજીકમાં બેઠેલા ઢોર અને કૂતરા પણ તેની લપેટમાં આવી ગયા હતા. ન્યુક્લિયર પાવર હાઉસમાંથી મોટી ક્રેન મગાવીને પોકલેન મશીન સહિત ક્ષતિગ્રસ્ત વાહનોને બહાર કાઢવામાં ૫થી ૬ કલાકનો સમય લાગ્યો હતો. દ્ગહ્લઝ્રમાં કોન્ટ્રાક્ટ વર્કર ગૌરવ યાદવ (૨૦) તેની માતાનો એકમાત્ર આધાર હતો. જ્યારે બીજાે મૃતક ગોવર્ધન ચરણ (૨૨) ન્યુક્લિયર પાવર સ્ટેશનના પાંચમા, છઠ્ઠા યુનિટમાં સેફ્ટી વિભાગમાં કોન્ટ્રાક્ટ વર્કર હતો. તેના પિતા પણ કોન્ટ્રાક્ટ વર્કર છે. તેને ત્રણ બહેનો અને એક નાનો ભાઈ હતો. તેનાં લગ્ન ૨ વર્ષ પહેલાં જ થયાં હતાં. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે અકસ્માતનું દૃશ્ય એટલું ભયાનક હતું કે ઘટનાનો દિવસ યાદ આવતાં જ હૃદય ધ્રૂજી ઊઠે છે.

File-01-Page-15.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *