Gujarat

વલસાડથી ચૂંટાયેલા ૪ ધારાસભ્યો અંબાજી પહોંચી માતાજીના દર્શન કર્યા

અંબાજી
શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ ગણાતું યાત્રાધામ અંબાજી વિશ્વભરમાં વિખ્યાત છે. તો માઁ જગતજનની અંબાના ધામે દરરોજ હજારોની સંખ્યામાં માઇ ભક્તો માઁ અંબાના દ્વારે આવતા હોય છે. માઁ અંબાના દર્શન કરવા દેશ વિદેશના નેતાઓ અને અભિનેતાઓ પણ માઁના ચરણે શીશ નમાવા અને આશીર્વાદ મેળવવા આવતા હોય છે. ગુજરાતમા વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવતા વિજેતા ઉમેદવારો માઁ જગતજનની અંબાના ધામે આવી રહ્યાં છે. તો માઁ જગત જનની અંબાના ધામે અંબાજીમાં વલસાડ જિલ્લાના ૪ ભાજપના ધારાસભ્ય પહોંચ્યા હતા. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી તાજેતરમાં જ પૂર્ણ થઈ છે. આ વિધાનસભાની ચૂંટણીમાં અનેક નેતાઓએ ભવ્ય જીત મેળવી છે. જ્યારે જીતેલા ધારાસભ્યો દેવી-દેવતાઓના મંદિરે દર્શનાર્થે પહોંચી રહ્યાં છે. વલસાડ જિલ્લાના ચાર ધારાસભ્યો માઁ અંબાના દર્શનાર્થે પહોંચ્યા હતા. ૧૭૮ વિધાનસભા ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, ૧૭૯ વિધાનસભા સીટ વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, ૧૮૧ કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી અને ૧૮૨ ઉમરગામના ધારાસભ્ય રમણભાઈ પાઠકર આ ચાર ધારાસભ્યો માઁ અંબાના દર્શનાર્થે પહોંચ્યા હતા. અંબાજી મંદિરમાં દર્શન કરી પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. અંબાજી મંદિરમાં દર્શન કર્યા બાદ રિદ્ધિ સિદ્ધિ મંદિરના પણ દર્શન કરી આશીર્વાદ મેળવ્યાં હતા. ત્યારબાદ વલસાડ જિલ્લાના ચારે ધારાસભ્યોએ ભટ્ટજી મહારાજના આશીર્વાદ મેળવ્યાં હતા. અંબાજી મંદિર ગર્ભ ગૃહમાં આ ચારે ધારાસભ્યો વિશેષ પૂજા અર્ચના કરી હતી. જ્યારે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ધારાસભ્યોનું અંબાજી મંદિરમાં ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું.

File-01-Page-26.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *