પાલનપુર
પાલનપુરના વિસ્મયએ તારીખ ૩૦ નવેમ્બરે નેપાળના કાઠમંડુમાં ઇન્ટરનેશનલ સ્કેટિંગમાં બે ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. આ ટુર્નામેન્ટમાં ભારત, નેપાલ, પાકિસ્તાન અને બાંગ્લાદેશની ટીમે ભાગ લીધો હતો. નેપાળના કાઠમંડુ ખાતે તા.૩૦ નવેમ્બર-૨૦૨૨ના રોજ ઈન્ટરનેશનલ સ્કેટિંગ ટુર્નામેન્ટ યોજાઇ હતી.આ ટુર્નામેન્ટમાં ભારત, નેપાલ, પાકિસ્તાન અને બાંગ્લાદેશની ટીમે ભાગ લીધો હતો. ભારતમાંથી ગુજરાતની ટીમમાંથી પાલનપુરના ધોરણ-૭ માં અભ્યાસ કરતાં વિસ્મય અમીતભાઇ આચાર્યની પસંદગી થઈ હતી. જેને કાઠમંડુ નેપાળમાં સ્કેટિંગ ટુર્નામેન્ટમાં ભાગ લઇને ત્રણ ટુર્નામેન્ટમાંથી ૨માં ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. આમ વિસ્મય આચાર્યએ બનાસકાંઠા સહિત પરિવારનું નામ રોશન કર્યું હતું.


